________________
9s
- a A Ga Ga Ga Ga Ga C2 2 04 05 0 ,
. - 9999995633 ફૂલ–આમ સ્તકાલય (૧૯) એક ચરમ, એક અચરમ, એક અવક્તવ્ય- છ પ્રદેશી ઔધથી અનંત પ્રદેશી સુધીના કોઈપણ સ્કંધ જ્યારે બે પ્રતરના છ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય, ત્યારે તેમાં એક પ્રતરના પાંચ આકાશ પ્રદેશોમાંથી મધ્યમાં એક પ્રદેશ અને ચાર દિશામાં ચાર પ્રદેશ સ્થિત | હોય તથા તેની ઉપરના અથવા નીચેના કોઈપણ એક | પ્રતરમાં એક આકાશ પ્રદેશ ઉપર એક પ્રદેશ સ્થિત હોય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં મધ્યનો એક પ્રદેશ એક અચરમ, ચારે દિશાના ચાર પ્રદેશો એકત્વની વિવેક્ષાથી એક ચરમ છે અને બીજા પ્રતરનો એક પ્રદેશ એક અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં સાતમા ભંગ કરતાં એક અવક્તવ્ય વધુ છે. શેષ સર્વ વિગત સાતમા ભંગની સમાન છે. (૨૦) એક ચરમ, એક અચરમ, અનેક અવક્તવ્ય- સાત પ્રદેશી ઔધથી અનંત પ્રદેશ સુધીના કોઈપણ સ્કંધ, જ્યારે ત્રણ પ્રતરના સાત આકાશ પ્રદેશઉપસ્થિત થાય, ત્યારે તેમાં મધ્યવર્તી | [[ !! પ્રતાના પાંચ આકાશ પ્રદેશોમાંથી વચ્ચે એક પ્રદેશ અને તેની ચાર દિશામાં ચાર પ્રદેશ સ્થિત થાય અને ઉપરના તથા નીચેના પ્રતરોમાં એક-એક આકાશ પ્રદેશ ઉપર એક-એક પ્રદેશ સ્થિત થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં મધ્યવર્તી પ્રતરમાં એક ચરમ, એક અચરમ અને - ઉપર-નીચેના પ્રતરોમાં બે(અનેક)અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં ઓગણીસમા ભંગથી એક અવક્તવ્ય વધુ છે. શેષ સર્વ વિગત તેની સમાન છે. (૨૧) એકચરમ, અનેક અચરમ, એક અવક્તવ્ય-સાત પ્રદેશી ઔધથી અનંત પ્રદેશી સુધીના કોઈપણ સ્કંધ જ્યારે બે પ્રતરના સાત આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય ત્યારે તેમાં એક પ્રતરના છ આકાશ પ્રદેશ પર મધ્યમાં બે અને તેની ચાર દિશામાં ચાર પ્રદેશ સ્થિત થાય તથા ઉપરનાકે નીચેના એકપ્રતરના એક આકાશ પ્રદેશ પર એક પ્રદેશ સ્થિત થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં પ્રથમ પ્રતરમાં મધ્યવર્તી બે પ્રદેશ અનેક (બે) અચરમ, ચાર દિશાના ચાર પ્રદેશ એક ચરમ અને અન્ય પ્રતરનો એક પ્રદેશ એક અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં ઓગણીસમા ભંગ કરતાં એક અચરમ વધુ છે. શેષ સર્વવિગત તેની સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org