________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત રહ
a d ૭૭ (૨૨) એક ચરમ, અનેક અચરમ, અનેક અવક્તવ્ય- આઠ પ્રદેશ સ્કંધથી અનંત પ્રદેશ સુધીના કોઈપણ સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના આઠ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય, ત્યારે તેમાં એક પ્રતરના છ આકાશ પ્રદેશ પર મધ્યમાં બે અને તેની ચાર દિશામાં ચાર પ્રદેશસ્થિત થાય અને ઉપર તથા નીચેના બંને પ્રતરોમાં એક-એક આકાશ પ્રદેશ ઉપર એક-એક પ્રદેશ સ્થિત થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં મધ્યના પ્રતરમાં મધ્યવર્તી બે પ્રદેશ અનેક અચરમ છે, ચાર દિશાના ચાર = પ્રદેશો એકત્વની વિવક્ષાથી એક ચરમ છે અને ઉપર-નીચેના પ્રતરોના એક-એક પ્રદેશ અનેક અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં એકવીસમા ભંગથી એક અવક્તવ્ય વધુ છે, શેષ સર્વ વિગત તેની સમાન છે. (૨૩) અનેકચરમ, એક અચરમ, એક અવક્તવ્ય-ચાર પ્રદેશ સ્કંધથી અનંત પ્રદેશ સુધીના કોઈપણ સ્કંધ જ્યારે બે પ્રતરના ચાર આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય, ત્યારે તેમાં એક પ્રતરની એક શ્રેણીએ ત્રણ આકાશ પ્રદેશ પર ત્રણ પ્રદેશ સ્થિત થાય અને [. ઉપર કે નીચેના કોઈપણ એક પ્રતરમાં એક આકાશ પ્રદેશ પર એક પ્રદેશ સ્થિત થાય ત્યારે. આ ભંગ ઘટિત થાય છે. તેમાં એક પ્રતર પરના ત્રણ પ્રદેશોમાં મધ્યવર્તી એક પ્રદેશ એક અચરમ છે, તેની આજુબાજુના બે પ્રદેશ અનેક ચરમ છે અને ઉપર કે નીચેના પ્રતરનો એક પ્રદેશ એક અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં નવમા ભંગ કરતા એક અવક્તવ્ય વધુ છે, શેષ સર્વ વિગત તેની સમાન છે. (૨૪) અનેક ચરમ, એક અચરમ, અનેક અવક્તવ્ય- પાંચ પ્રદેશી અંધથી અનંત પ્રદેશી સુધીના કોઈપણ સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના પાંચ આકાશ પ્રદેશ ઉપસ્થિત થાય, ત્યારે તેમાં ત્રેવીસમા ભંગની જેમ એક પ્રતરની એક શ્રેણીમાં ત્રણ પ્રદેશ અને તેની ઉપર તથા નીચેના પ્રતરમાં એક-એક પ્રદેશ સ્થિત ! થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં મધ્યના ! પ્રતરમાં વચ્ચેનો એક પ્રદેશ એક અચરમ છે અને આજુબાજુના બે પ્રદેશ અનેક ચરમ છે તથા ઉપર-નીચેના પ્રતરમાં સ્થિત એક-એક પ્રદેશ અનેક (બે) અવક્તવ્ય છે.આ રીતે આ ભંગમાં ત્રેવીસમા ભંગથી એક અવક્તવ્ય વધુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org