________________
૨૪
ફૂલ-આમ્ર સ્લોકાલય
ઉત્તર– ભવનપતિ અને વ્યંતરદેવોના અનંત પર્યાયો છે– એક ભવનપતિ દેવ, બીજા ભવનપતિ દેવોથી દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય હોય છે. અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા તથા વર્ણાદિ વીસ બોલ અને ત્રણ જ્ઞાન-ત્રણ અજ્ઞાન તેમજ ત્રણ દર્શનથી છઠ્ઠાણવડિયા છે. એ જ પ્રમાણે વ્યંતર દેવો અને તિર્યંચ પંચેન્દ્રિયો વિષે સમજવું.
પ્રશ્ન-૨૩: જ્યોતિષી અને વૈમાનિક દેવોના કેટલા પર્યાયો છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા છે ?
ઉત્તર- જ્યોતિષી અને વૈમાનિક દેવોના અનંત પર્યાયો છે– એક જ્યોતિષી દેવ, બીજા જ્યોતિષી દેવથી દ્રવ્યથી અને પ્રદેશોથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તિŁાણવડિયા છે.(જ્યોતિષી અને વૈમાનિક દેવોની સ્થિતિ જઘન્ય પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાગરોપમ પ્રમાણ છે તેથી તેમાં અસંખ્યાતમાભાગ, સંખ્યાતભાગ અને સંખ્યાતગુણ, આ ત્રણ અપેક્ષાએ જ ન્યૂનાધિકતા થાય છે. (અસંખ્યાતગુણ ન્યૂનાધિકતા થતી નથી.) વર્ણાદિથી અને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શનથી છઠ્ઠાણવડિયા છે. એ જ પ્રમાણે વૈમાનિક દેવો વિષે સમજવું. પ્રશ્ન-૨૪ : સ્થાવર જીવોના કેટલા પર્યાયો છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા છે?
ઉત્તર- પાંચ સ્થાવર જીવોના અનંત પર્યાયો છે– એક પૃથ્વીકાય, બીજા પૃથ્વીકાયિક જીવોથી દ્રવ્યથી અને પ્રદેશોથી તુલ્ય, અવગાહનાથી ચૌદાણવડિયા, સ્થિતિથી તિાણવડિયા છે.(સ્થાવર જીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ હજારો વર્ષ પ્રમાણ છે. તેટલી સ્થિતિમાં અસંખ્યાતગુણ ન્યૂનાધિકતા થતી નથી. તેથી તિદ્યાણવડિયા ન્યૂનાધિકતા થાય છે.) વર્ણાદિથી તથા બે અજ્ઞાન અને અચક્ષુદર્શનથી છઠ્ઠાણવિડયા છે. પાંચે સ્થાવર જીવો વિષે આ પ્રમાણે સમજવું. પ્રશ્ન-૨૫: વિકલેન્દ્રિય જીવોના કેટલા પર્યાયો છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા છે ?
ઉત્તર– ત્રણ વિકલેન્દ્રિયોના અનંત પર્યાયો છે– એક બેઇન્દ્રિય, બીજા બેઇન્દ્રિયોથી દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તિકાણવડિયા, વર્ણાદિ વીસ બોલથી તથા બે જ્ઞાન-બે અજ્ઞાનથી તેમજ બેઇન્દ્રિયતેઇન્દ્રિયમાં એક અચક્ષુ દર્શન, ચૌરેન્દ્રિયમાં ચક્ષુદર્શન-અચક્ષુદર્શનથી છઠ્ઠાણવડિયા છે. પ્રશ્ન-૨૬ : તિર્યંચ પંચેન્દ્રિયોના કેટલા પર્યાયો છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org