________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે. ૩
અવગાહનાવાળા સ્કંધ લોકવ્યાપી હોવાથી તેની સ્થિતિ એક સમયની જ હોય છે). વર્ણાદિ ૧૬ બોલથી છઠ્ઠાણવડિયા છે. કારણ કે લોક વ્યાપી સ્કંધોમાં ચાર સ્પર્શ જ હોય છે.
મધ્યમ અવગાહનાવાળો સ્કંધ, મધ્યમ અવગાહનાવાળા સ્કંધોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી ચૌઠાણવડિયા અને વર્ણાદિ ૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા છે.
પ્રશ્ન-૧૫: સ્થિતિની અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો કેટલા છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા હોય છે ?
ઉત્તર– જઘન્યાદિ સ્થિતિની અપેક્ષાએ પુદ્ગલોના અનંત પર્યાયો છે. એક સમયની સ્થિતિવાળા પરમાણુથી લઈને અનંત પ્રદેશી સ્કંધ જઘન્ય સ્થિતિવાળા છે. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની સ્થિતિવાળા પરમાણુથી લઈને અનંત પ્રદેશી સ્કંધ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા છે. બે સમયથી લઈને અસંખ્ય સમયની સ્થિતિવાળા સ્કંધો મધ્યમ સ્થિતિવાળા છે.
જઘન્ય સ્થિતિવાળા પુદ્ગલ, જઘન્ય સ્થિતિવાળા પુદ્ગલોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તુલ્ય, વર્ણાદિ વીસ બોલમાં છઠ્ઠાણડિયા છે. તે જ રીતે ઉત્કૃષ્ટ અને મધ્યમ સ્થિતિવાળા પુદ્ગલોના અનંત પર્યાયો થાય છે, પરંતુ તેમાં સ્થિતિથી પણ ચૌઠાણવડિયા છે. પ્રશ્ન—૧૬ : વર્ણાદિ ભાવની અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો કેટલા છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા થાય છે ?
ઉત્તર– વર્ણાદિ ૨૦ બોલની અપેક્ષાએ પુદ્ગલોના અનંત પર્યાયો છે. એક ગુણ કાળાવર્ણવાળા પરમાણુથી લઈને એક ગુણ કાળા વર્ણવાળા અનંત પ્રદેશી સ્કંધો જઘન્યગુણવાળા છે. ઉત્કૃષ્ટ અનંતગુણ કાળા વર્ણવાળા પરમાણુથી લઈને અનંતગુણ કાળા વર્ણવાળા અનંત પ્રદેશી સ્કંધો ઉત્કૃષ્ટ ગુણવાળા છે. બે ગુણ કાળા વર્ણવાળા પરમાણુથી લઈને અનંતગુણ કાળા વર્ણવાળા અનંત પ્રદેશી કંધો મધ્યમ ગુણવાળા છે.
જઘન્ય ગુણ કાળા વર્ણવાળા એક પુદ્ગલ, જઘન્ય કાળા વર્ણવાળા બીજા પુદ્ગલોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી ચૌઠાણવડિયા અને વર્ણાદિ વીસ બોલમાંથી સ્વસ્થાનથી તુલ્ય, શેષ ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા છે.
તે જ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા વર્ણવાળા અને મધ્યમગુણ કાળા વર્ણવાળા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org