________________
૪૮.85 ફૂલ-આમ સ્તોકાલય
જો એક સ્કંધ એક પ્રદેશ પર અને બીજો સ્કંધ છ પ્રદેશ પર સ્થિત હોય, તો પાંચ પ્રદેશની હીનાધિકતા થાય,
જો એક સ્કંધ એક પ્રદેશ પર અને બીજો સ્કંધ સાત પ્રદેશ પર સ્થિત હોય, તો છ પ્રદેશની હીનાધિકતા થાય,
જો એક સ્કંધ એક પ્રદેશ પર અને બીજો સ્કંધ આઠ પ્રદેશ પર સ્થિત હોય, તો સાત પ્રદેશની હીનાધિકતા થાય,
જો એક સ્કંધ એક પ્રદેશ પર અને બીજો સ્કંધ નવ પ્રદેશ પર સ્થિત હોય, તો આઠ પ્રદેશની હીનાધિકતા થાય,
જો એક સ્કંધ એક પ્રદેશ પર અને બીજો સ્કંધ દસ પ્રદેશ પર સ્થિત હોય, તો નવ પ્રદેશની હીનાધિકતા થાય છે. આ રીતે અવગાહનાની અપેક્ષાએ એકથી નવ પ્રદેશની હીનાધિકતા થાય છે. સ્થિતિથી ચૌદાણવડિયા અને વર્ણાદિથી છઠ્ઠાણવડિયા છે.
સંખ્યાત પ્રદેશી સ્કંધના અનંત પર્યાયો છે. સંખ્યાત પ્રદેશી એક સ્કંધ, સંખ્યાત પ્રદેશી બીજા સ્કંધોથી દ્રવ્યથી તુલ્ય છે, પ્રદેશથી દુકાણવડિયા છે, સંખ્યાત પ્રદેશી સ્કંધોમાં સંખ્યાતા પ્રદેશો હોય છે, તેથી તેમાં— (૧) સંખ્યાતમો ભાગ અને (૨) સંખ્યાત ગુણ, આ બે સ્થાનથી હીનાધિકતા થાય છે. અવગાહનાથી દુકાણવડિયા છે. સંખ્યાતપ્રદેશી સ્કંધ જઘન્ય એક આકાશ પ્રદેશ પર અને ઉત્કૃષ્ટ સંખ્યાત આકાશ પ્રદેશ પર રહી શકે છે તેથી સંખ્યાતમો ભાગ અને સંખ્યાતગુણ, આ બે સ્થાનથી હીનાધિકતા થાય છે. સ્થિતિથી ચૌકાણવડિયા અને વર્ણાદિ ૧૬ બોલ (ચાર સ્પર્શ)માં છઠ્ઠાણવડિયા છે.
અસંખ્યાત પ્રદેશી સ્કંધના અનંત પર્યાયો છે. અસંખ્યાત પ્રદેશી એક સ્કંધ, અસંખ્યાત પ્રદેશી બીજા સ્કંધોથી દ્રવ્યથી તુલ્ય પ્રદેશથી ચૌટાણવડિયા છે. અસંખ્યાત પ્રદેશી સ્કંધમાં અસંખ્યાત પ્રદેશો છે. તેના અસંખ્યાત ભેદ છે, તેથી તેમાં— (૧) અસંખ્યાતમો ભાગ (૨) સંખ્યાતમો ભાગ (૩) સંખ્યાતગુણ (૪) અસંખ્યાત ગુણ આ ચાર સ્થાનથી હીનાધિકતા થાય છે. અવગાહનાથી ચૌદાણવડિયા છે. અસંખ્યાત પ્રદેશી સ્કંધ જઘન્ય એક આકાશ પ્રદેશ પર અને ઉત્કૃષ્ટ અસંખ્યાત આકાશ પ્રદેશ પર સ્થિત થાય છે, તેથી તેમાં પૂર્વોક્ત ચાર સ્થાનથી હીનાધિકતા થાય છે. સ્થિતિથી ચૌઠાણવડિયા અને વર્ણાદિ ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા છે. અનંત પ્રદેશી સ્કંધના અનંત પર્યાયો છે. અનંત પ્રદેશી એક સ્કંધ, અનંત પ્રદેશી બીજા સ્કંધોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા છે. અનંત પ્રદેશી કંધોમાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org