________________
૫૦૮૦૦ ફૂલ-આમ્ર સ્તોકાલય
પરમાણુથી અનંત પ્રદેશી સુધીના કોઈપણ સ્કંધો એક આકાશ પ્રદેશાવગાઢ થઈ શકે છે. અનંત પ્રદેશીના અનંત ભેદ હોવાથી તેમાં છ સ્થાનથી હીનાધિકતા થાય છે. અવગાહનાથી તુલ્ય છે, કારણ કે દરેક સ્કંધની અવગાહના એક આકાશ પ્રદેશ જ છે. સ્થિતિથી ચૌટાણવડિયા. વર્ણાદિ ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા છે. એક પ્રદેશાવગાઢથી સઁખ્યાત પ્રદેશાવગાઢ સ્કંધ સૂક્ષ્મ હોય છે, તેથી તેમાં ચાર સ્પર્શ જ હોય છે. આ રીતે દશ પ્રદેશાવગાઢ સ્કંધના અનંત પર્યાયો છે.
સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોના પર્યાયો ઃ- તે દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા હોય છે, અવગાહનાથી—તેમાં બે પ્રકારે હીનાધિકતા હોય છે કારણ કે સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોની અવગાહના સંખ્યાત પ્રદેશની હોય છે. સંખ્યાત પ્રદેશોના સંખ્યાત ભેદ છે, તેથી સંખ્યાતો ભાગ અને સંખ્યાતગુણ, તેમ બે પ્રકારે ન્યૂનાધિકતા હોવાથી તે દુદાણવડિયા ન્યૂનાધિક હોય છે. દરેક સંખ્યાત પ્રદેશી સ્કંધમાં સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા અને વર્ણાદિ ૧૬ બોલની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે.
અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોના પર્યાયો ઃ– તે સ્કંધો દ્રવ્યથી તુલ્ય અને પ્રદેશથી છઠ્ઠાણવડિયા છે; અવગાહનાથી ચૌઠાણવડિયા હોય છે, સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા અને વર્ણાદિ ૨૦ બોલની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા હોય છે.
ચારસ્પર્શી—અષ્ટસ્પર્શી :– શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ, આ ચાર મૂળ સ્પર્શો છે. પરમાણુથી લઈ અસંખ્યાત પ્રદેશી સ્કંધમાં આ ચાર સ્પર્શ જ હોય છે. અનંતપ્રદેશી સ્કંધોમાંથી કોઈ ચારસ્પર્શી હોય છે અને કોઈ આઠ સ્પર્શી હોય છે. જે સૂક્ષ્મ સ્કંધ છે તેમાં ચાર સ્પર્શ હોય છે અને જે બાદર સ્કંધ છે તેમાં આઠ સ્પર્શ હોય છે. તે જ રીતે એક પ્રદેશાવગાઢ સ્કંધથી લઈ સંખ્યાત પ્રદેશાવગાઢ સ્કંધો પણ ચાર સ્પર્શવાળા જ હોય છે. અસંખ્યાત પ્રદેશાવગાઢ સ્કંધો સ્થૂલ અને બાદર થઈ જાય, તો તે આઠ સ્પર્શયુક્ત હોય છે.
અનંત પ્રદેશાવગાઢ – અહીં અનંત પ્રદેશાવગાઢની પૃચ્છા નથી, કારણ કે પુદ્ગલ સ્કંધો લોકમાં હોય છે અને લોકમાં અસંખ્ય આકાશપ્રદેશ જ છે. અલોકમાં અનંત આકાશ પ્રદેશ છે પરંતુ ત્યાં જીવ અને પુદ્ગલ દ્રવ્ય નથી, તેથી કોઈપણ સ્કંધ અનંત પ્રદેશાવગાઢ હોતા નથી.
આ રીતે ક્ષેત્રની અપેક્ષાએ એક પ્રદેશાવગાઢથી અસંખ્યાત પ્રદેશાવગાઢ સુધીના ૧૨ આલાપક થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org