________________
પ્રાપના-જીવા
US US CS US CO
એક ગુપ્ત કાળા પુગલના અનંત પર્યાય છે. એક ગુણ કાળા પુદ્ગલ, એક ગુણ કાળા અન્ય પુદ્ગલોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા છે, (એક પરમાણુથી લઈને અનંત પ્રદેશ સુધીના ઔધો એક ગુણ કાળા હોય છે. અનંત પ્રદેશ સ્કંધોમાં અનંત પ્રદેશો હોવાથી તે પ્રદેશથી છઠ્ઠાણવડિયા થાય છે) અવગાહનાથી ચૌઠાણવડિયા છે, કારણ કે એક ગુણ કાળા પુગલો એક પ્રદેશાવગાઢથી અસંખ્ય પ્રદેશાવગાઢ સુધી હોય છે. તેના અસંખ્ય અવગાહનાસ્થાન થવાથી તેમાં ચાર સ્થાનથી હીનાધિકતા થાય છે. સ્થિતિથી ચૌઠાણવડિયા છે, કારણ કે એક ગુણ કાળા પુદ્ગલો એક સમયથી અસંખ્ય સમય સુધીની સ્થિતિવાળા હોય છે. તેના અસંખ્ય સ્થિતિસ્થાન થવાથી તેમાં પણ ચાર સ્થાનથી હીનાધિકતા થાય છે. વદિશ એક ગુણ કાળા વર્ણવાળા પુદ્ગલો, એક ગુણ કાળા વર્ણવાળા પુદ્ગલોથી સમાન હોય છે અર્થાત સ્વસ્થાનથી તુલ્ય હોય છે અને શેષ વર્ણાદિ ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા હોય છે. સંખ્યાત ગુણ કાળા પુદ્ગલના અનંત પર્યાય છે. સંખ્યાત ગુણ કાળા પુદ્ગલ, અન્ય સંખ્યાત ગુણ કાળા પુગલોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા, અવગાહનારી ચઠાણવડિયા, સ્થિતિથી ચૌઠાણવડિયા. વર્ણાદિવસ બોલમાંથી સ્વસ્થાનમાં દુઠ્ઠાણવડિયા છે. સંખ્યાત ગુણ કાળા પુદ્ગલ, અન્ય સંખ્યાત ગુણ કાળા પુદ્ગલો સાથે સમાન પણ હોય અને અસમાન પણ હોય છે. જો અસમાન હોય, તો સખ્યાતના સંખ્યાતા ભેદ હોવાથી તેમાં– ૧. સંખ્યાતમો ભાગ અને ૨. સંખ્યાત ગુણ, આ બે સ્થાનથી હીનાધિકતા થાય છે અને વર્ણાદિ અન્ય ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા છે. અસંખ્યાત ગુણાબા પુદ્ગલના અનંત પર્યાય છે. અસંખ્યાત ગુણ કાળા પુદ્ગલ, અન્ય અસંખ્યાત ગુણ કાળા પુદ્ગલોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા, અવગાહનાથી ચૌઠાણવડિયા સ્થિતિથી ચૌહાણવડિયા, વર્ણાદિ૨૦ બોલમાંથી સ્વસ્થાનમાં તુલ્ય અથવા ચૌઠાણવડિયા હોય છે, કારણ કે અસંખ્યાત ગુણમાં અસંખ્યાતા ભેદ હોવાથી તેમાં ચાર સ્થાનથી હીનાધિકતા હોય છે. અને શેષ વર્ણાદિ ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા છે. અનંત ગુણકાળા પુદ્દલના અનંત પર્યાય છે. અનંતગુણ કાળા પુદ્ગલ, અન્ય અનંત ગુણકાળા પુદ્ગલોથી દ્રવ્યથી તુલ્ય,પ્રદેશથી છઠ્ઠાણવડિયા, અવગાહનાથી ચૌઠાણવડિયા,સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિવસ બોલમાં છઠ્ઠાણવડિયા છે.
આ રીતે એક ગુણથી અનંતગુણ સુધીના કાળા પરમાણુ આદિના ૧૩ પ્રકાર ૪ વર્ણાદિ ૨૦ બોલ = ર૦ આલાપક થાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International