________________
૩૦ કે ૪ * * # # # # # શું ફૂલ-આમ સ્તોકાલય
તે જ રીતે મધ્યમ સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાય છે, પરંતુ તે સ્થિતિથી ચૌઠાણવડિયા હોય છે અને તેમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન આ નવ ઉપયોગ હોય છે. પ્રશ્ન-૩૬: જઘન્યાદિ ગુણ કાળા વર્ણવાળા તિર્યંચ પંચેન્દ્રિયોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા હોય છે? ઉત્તર– જઘન્યગુણ કાળા વર્ણવાળા તિર્યંચ પંચેન્દ્રિયોમાં અનંત પર્યાય છે. જઘન્ય ગુણ કાળા વર્ણવાળા એક તિર્યંચ પંચેન્દ્રિય, જઘન્ય ગુણ કાળા વર્ણવાળા બીજા તિર્યંચ પંચેન્દ્રિયથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી અને સ્થિતિથી ચૌઠાણવડિયા, કાળાવર્ણથી તુલ્ય, શેષ વર્ણાદિ ૧૯ બોલ તથા નવ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે.
તેજ રીતે ઉત્કૃષ્ટ ગુણકાળા વર્ણવાળા તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાય છે. તે જ રીતે મધ્યમ ગુણકાળા વર્ણવાળા તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાય છે. તે કાળા વર્ણથી પણ છઠ્ઠાણવડિયા છે. પ્રશ્ન-૩૭ઃ જઘન્યાદિ જ્ઞાન-દર્શનવાળા તિર્યંચ પંચેન્દ્રિયોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા હોય છે? ઉત્તર- જઘન્ય મતિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાય છે. જઘન્ય મતિજ્ઞાની એકતિર્યંચ પંચેન્દ્રિય જઘન્ય મતિજ્ઞાની બીજાતિર્યંચ પંચેન્દ્રિયોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી અને સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલથી છ ફાણવડિયા, મતિજ્ઞાનથી તુલ્ય તથા શેષ શ્રુતજ્ઞાન અને ચક્ષુદર્શનઅચક્ષુદર્શનથી છઠ્ઠાણવડિયા છે.(જઘન્ય મતિ-શ્રુતજ્ઞાનમાં અવધિજ્ઞાન હોતું નથી. જ્ઞાન હોય ત્યાં અજ્ઞાન નથી, તેથી જઘન્ય મતિજ્ઞાનીમાં ચાર ઉપયોગ હોય છે.) ઉત્કૃષ્ટ મતિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાય છે. ઉત્કૃષ્ટ મતિજ્ઞાની એક તિર્યંચ પંચેન્દ્રિય, ઉત્કૃષ્ટ મતિજ્ઞાની બીજા તિર્યંચ પંચેન્દ્રિયોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા,સ્થિતિથી તિટ્ટાણવડિયા છે.(તિર્યંચ પંચેન્દ્રિયમાં અસંખ્યાતકાલની સ્થિતિ યુગલિકોની અપેક્ષાએ જ છે. ઉત્કૃષ્ટ મતિજ્ઞાન યુગલિકોમાં નથી, તેથી તેમાં અસંખ્યાતગુણ ન્યૂનાધિકતા થતી નથી, તેથી જ તે સ્થિતિથી તિટ્ટાણવડિયા છે.)
વર્ણાદિ વીસ બોલથી છઠ્ઠાણવડિયા, મતિજ્ઞાનથી તુલ્ય, શેષ શ્રુત અને અવધિજ્ઞાન તથા ત્રણ દર્શનથી છઠ્ઠાણવડિયા છે. મધ્યમ મતિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયના અનંત પર્યાય છે તેમાં મધ્યમ મતિજ્ઞાની એક તિર્યંચ પંચેન્દ્રિય બીજા તિર્યંચ પંચેન્દ્રિયોથી દ્રવ્યથી, પ્રદેશથી તુલ્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org