________________
૧૦-૯૦૦૦»*
[૪] જીવ પજ્જવા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ-પ
ફૂલ-આમ્ર સ્તોકાલય
પ્રશ્ન-૧ઃ પજ્જવા-પર્યાય એટલે શું?
ઉત્તર– પર્યાય શબ્દના બે અર્થ છે– (૧) પર્યાય = પ્રકાર. જીવ દ્રવ્યના અત્યંત પ્રકાર છે, યથા– નારકી અસંખ્યાત, મનુષ્યો અસંખ્યાત, દેવો અસંખ્યાત અને તિર્યંચોના અનંત પ્રકાર છે. અહીં પર્યાય શબ્દ પ્રકાર અર્થમાં છે. (૨) પર્યાય = અવસ્થા. નિરંતર પરિણમન પામતાં એક જ દ્રવ્યની ભિન્ન-ભિન્ન અવસ્થાઓને પર્યાય કહે છે, જેમ કે– એક જ મનુષ્યની અવગાહના, સ્થિતિ, વર્ણાદિ, જ્ઞાનાદિની ભિન્ન-ભિન્ન અવસ્થાઓ હોય છે. તેને મનુષ્યના પર્યાય કહે છે. પ્રશ્ન—રઃ પર્યાયના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– પર્યાયના મુખ્ય બે પ્રકાર છે– (૧) જીવ પર્યાય અને (૨) અજીવ પર્યાય. જીવ અને અજીવ બંને દ્રવ્યોમાં નિરંતર ઉત્પાદ્ વ્યય રૂપ પરિણમન થયા જ કરે છે. મુખ્ય દ્રવ્ય બે હોવાથી પર્યાયના પણ મુખ્ય બે પ્રકાર થાય છે.
પ્રશ્ન-૩ : જીવ પર્યાય કોને કહેવાય ?
ઉત્તર– જીવ દ્રવ્યના અનંત પ્રકાર છે તેને જીવ પર્યાય કહે છે, તેમજ તેની વિવિધ અવસ્થાઓને પણ જીવ પર્યાય કહે છે.
પ્રશ્ન-૪ : અજીવ પર્યાય કોને કહેવાય?
ઉત્તર– અજીવ દ્રવ્યના પરમાણુ, દ્વિપ્રદેશી સ્કંધ આદિ અનેક પ્રકાર છે તેને તથા તેની વિવિધ અવસ્થાઓને પણ અજીવ પર્યાય કહે છે.
Jain Education International
પ્રશ્ન-૫ : સમુચ્ચય જીવ દ્રવ્યના કેટલા પર્યાયો છે ?
ઉત્તર- લોકમાં અનંત જીવો હોવાથી સમુચ્ચય જીવ દ્રવ્યના અનંત પર્યાય થાય છે. પ્રશ્ન-૬ : એક જીવ દ્રવ્યના કેટલા પર્યાયો છે ?
ઉત્તર– એક જ જીવ દ્રવ્યના અનંત પર્યાયો છે. એક જ જીવ દ્રવ્યમાં કર્મના ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષય આદિ અપક્ષાએ વિવિધ પરિણામો થયા જ કરે છે. પ્રશ્ન-૭ઃ સર્વ જીવોના પર્યાયોની વિચારણા કેટલા પ્રકારે થાય છે? ઉત્તર- દશ પ્રકારે થાય છે– (૧) દ્રવ્યથી (૨) પ્રદેશોથી (૩) અવગાહનાથી, (૪) સ્થિતિથી (૫ થી ૮) વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી (૯) જ્ઞાનથી (૧૦) દર્શનથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org