________________
૨૦
***
ફૂલ-આમ સ્તોકાલય
એક નૈરયિકની સ્થિતિ ૩૩ સાગરોપમની છે, બીજા નૈરયિકની સ્થિતિ અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમ છે અને ત્રીજા નૈરયિકની સ્થિતિ એક પલ્યોપમ ન્યૂન ૩૩ સાગરોપમની છે. તેમાં અંતર્મુહૂર્ત, ૩૩ સાગરોપમનો અસંખ્યાતમો ભાગ છે અને પલ્યોપમ, ૩૩ સાગરોપમનો સંખ્યાતમો ભાગ છે, તેથી (૧) પહેલા ૩૩ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકથી બીજો અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમનીવાળો નૈયિક, સ્થિતિની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ હીન છે. (ર) પહેલા અને બીજા નૈરયિકની અપેક્ષાએ એક પલ્યોપમ ન્યૂન ૩૩ સાગરોપમની સ્થિતિવાળો ત્રીજો નૈરયિક સ્થિતિની અપેક્ષાએ સંખ્યાતમો ભાગ હીન છે અને (૧) આ જ રીતે બીજા અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમની સ્થિતિવાળા નારકીથી પહેલો ૩૩ સાગરોપમની સ્થિતિવાળો નારકી સ્થિતિની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ અધિક છે અને (૨) ત્રીજા એક પલ્યોપમ ન્યૂન ૩૩ સાગરોપમની સ્થિતિવાળા નારકીથી પહેલો ૩૩ સાગરોપમની સ્થિતિવાળો નારકી, સ્થિતિની અપેક્ષએ સંખ્યામો ભાગ અધિક છે.
આ રીતે જે-જે બોલમાં પૂર્વોક્ત છ સ્થાનમાંથી– અસંખ્યાતમો ભાગ અને સંખ્યાતમો ભાગ, આ બે સ્થાનથી જ હીનાધિકતાં થાય, તે દુદાણવડિયા કહેવાય છે. તિકાણવડિયા :– જેમાં (૧) અસંખ્યાતમો ભાગ, (૨) સંખ્યાતમો ભાગ અને (૩) સંખ્યાત ગુણ, આ ત્રણ સ્થાનથી ન્યૂનાધિકતા હોય, તે તિાણવડિયા કહેવાય છે, જેમ કે– એક જીવની અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ૫૦૦ ધનુષ છે, બીજાની અવગાહના એક ધનુષની છે, ત્રીજાની અવગાહના ૧૨૫ ધનુષની છે અને ચોથાની અવગાહના ૫૦૦ ધનુષની છે.
અંગુલનો અસંખ્યાતમો ભાગ તે ૫૦૦ ધનુષનો અસંખ્યાતમો ભાગ છે. એક ધનુષ, તે ૫૦૦ ધનુષનો સંખ્યાતમો ભાગ છે અને ૫૦૦ ધનુષ તે ૧૨૫ ધનુષથી સંખ્યાતગુણ છે.
(૧) અંગુલનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ૫૦૦ ધનુષની અવગાહનાવાળો જીવ, ૫૦૦ ધનુષની અવગાહનાવાળા જીવથી અસંખ્યાતમો ભાગ હીન છે. (૨) એક ધનુષ ન્યૂન ૫૦૦ ધનુષની અવગાહનાવાળો જીવ, ૫૦૦ ધનુષની અવગાહના વાળા જીવથી સંખ્યાતમો ભાગ હીન છે. (૩) ૧૨૫ ધનુષની અવગાહનાવાળો જીવ, ૫૦૦ ધનુષની અવગાહનાવાળા જીવથી સંખ્યાત ગુણ હીન છે.
તે જ રીતે (૧) ૫૦૦ ધનુષની અવગાહનાવાળો જીવ, અંગુલના અસંખ્યાતમા ભાગ ન્યૂન ૫૦૦ ધનુષની અવગાહનાવાળા જીવોથી અસંખ્યાતમો ભાગ અધિક છે. (૨) ૫૦૦ ધનુષની અવગાહનાવાળો જીવ, એક ધનુષ ન્યૂન ૫૦૦ ધનુષ(૪૯૯ ધનુષ)ની અવગાહનાવાળા જીવોથી સંખ્યાતમો ભાગ અધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org