________________
૬ ક. , વ શ . શ . શ ર | ફૂલ-આમ સ્તકાલય ઠાંસી-ઠાંસીને ભરેલા છે, તેથી તેના સ્વાસ્થાન, ઉપપાત સ્થાન અને સમુદ્દઘાત સ્થાન સંપૂર્ણ લોક છે. બાદર જીવો લોકના દેશ ભાગમાં હોય છે. બાદર પૃથ્વીકાય- સાત નરક પૃથ્વી અને દેવલોકના પૃથ્વીપિંડ, સિદ્ધ શિલા, દેવોનાવિમાનો, ભવનો, નગરો તિરછાલોકના ક્ષેત્રો, નગરો, દ્વિીપ-સમુદ્રોની ભૂમિ, પર્વત, કૂટ, વેદિકા, જગતી આદિ શાશ્વત-અશાશ્વત પૃથ્વીમય સ્થાનો પૃથ્વીકાયના સ્વસ્થાન છે. આ સ્થાનોમાં પૃથ્વીકાયના જીવો ઉત્પન્ન થાય છે અને મૃત્યુ પર્યત રહે છે. આ રીતે પૃથ્વીકાયના સ્થાનો લોકનો અસંખ્યાતમા ભાગમાં છે. ઉપપાત અને સમુદ્યાતની અપેક્ષાએ અપર્યાપ્તા બાદર પૃથ્વી સંપૂર્ણ લોકમાં અને પર્યાપ્તા બાદર પૃથ્વી લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. બાદર અપ્લાય- ઘનોદધિ, ઘનોદધિવલય, પાતાળ કળશો, સમુદ્રો, નદીઓ, તળાવો, સરોવરો, બાર દેવલોક સુધીની વાવડીઓ વગેરે શાશ્વત-અશાશ્વત જલસ્થાનો બાદર અષ્કાય જીવોના સ્વસ્થાન છે. તે લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ઉપપાત અને સમુઘાતની અપેક્ષાએ અપર્યાપ્યા બાદર અપ્લાય સંપૂર્ણ લોકમાં અને પર્યાપ્તા બાદર અપ્લાય લોકના અસંખ્યાતમા ભાગમાં છે. બાદર તેઉકાય- અઢીદ્વીપમાં ૧૫ કર્મભૂમિના ક્ષેત્રમાં જ તેના સ્વસ્થાન છે. તેમાં પણ ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં યુગલિક કાળમાં અને છઠ્ઠા આરામાં બાદર અગ્નિ નથી. મહા વિદેહક્ષેત્રમાં બાદર અગ્નિ હમેશાં હોય છે. લવણ સમુદ્રમાં વડવાનલ હોવાથી ત્યાં અગ્નિકાયના જીવો ઉત્પન્ન થાય છે. અન્ય સમુદ્રોમાં અગ્નિ નથી. અત્યંત નિગ્ધ કે અત્યંત રૂક્ષ કાળમાં અગ્નિના જીવો ઉત્પન્ન થતા નથી, તેથી વ્યાઘાતની અપેક્ષાએ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં અને નિર્ચાઘાતની અપેક્ષાએ પંદર કર્મભૂમિના ક્ષેત્રોમાં બાદર અગ્નિહોય છે. તેના સ્વસ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે. અપર્યાપ્યા બાદ તેઉકાય ઉપપાતની અપેક્ષાએ બે ઊર્ધ્વકપાટ અને તિર્યશ્લોક તમાં અને સમુઘાતની અપેક્ષાએ સંપૂર્ણ લોકમાં છે. પર્યાપ્તા બાદર તેઉકાય ઉપપાત અને સમુઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં (મનુષ્ય ક્ષેત્રમાં) છે. બાદર વાયુકાય- ઘનવાત, તનુવાત, ઘનવાત વલય, તનુવાત વલય, પાતાળકળશો, ભવનો, વિમાનો, નરકાવાસો વગેરે લોકના પોલાણવાળા પ્રત્યેક સ્થાનમાં વાયુકાય જીવોના સ્વસ્થાન છે. તે લોકના ઘણા અસંખ્યાતમા ભાગમાં છે. ઉપપાત અને સમુદ્યાતની અપેક્ષાએ અપર્યાપ્ત બાદરવાયુકાય સંપૂર્ણ લોકમાં અને પર્યાપ્ત બાદર વાયુકાય લોકના ઘણા અસંખ્યાતમા ભાગમાં છે. બાદર વનસ્પતિકાય–ત્રણે લોકના સર્વ જળસ્થાનોમાં તથા તિરછાલોકના જળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org