________________
****50% ફૂલ-આમ સ્તોકાલય
8
સ્વસ્થાન, ઉપપાતસ્થાન અને સમુદ્દાત સ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે. પ્રશ્ન-૧૦: ભવનપતિ દેવો ક્યાં રહે છે ?
ઉત્તર- પ્રથમ નરકમાં ૧૨ આંતરા છે, તેમાં પહેલા બે આંતરા ખાલી છે. ત્રીજાથી બારમા સુધીના દસ આંતરામાં ક્રમશઃ દસ ભવનપતિ દેવોના સ્વસ્થાન છે. ત્રીજા આંતરામાં અસુરકુમાર જાતિના, ચોથા આંતરામાં નાગકુમાર જાતિના, તે રીતે ક્રમશઃ બારમા આંતરામાં સ્તનિતકુમાર જાતિના દેવો રહે છે. અસુરકુમારના ભવનો સમ પૃથ્વીથી ૪૦,૦૦૦ યોજન નીચે છે. ભવનપતિ દેવોના ત્રણે પ્રકારના સ્થાનો લોકના અસંખ્યાતમા ભાગમાં છે.
પ્ર. ૧૧ વ્યંતર દેવો ક્યાં રહે છે ?
ઉત્તર– પહેલી નરક પૃથ્વીની છત ૧૦૦૦ યોજન જાડી છે. તેમાં ઉપર-નીચે ૧૦૦-૧૦૦ યોજન છોડીને વચ્ચે ૮૦૦ યોજનના ક્ષેત્રમાં સોળ જાતિના વ્યંતર દેવોના નગરો છે, તે તેના સ્વસ્થાન છે. ભક દેવોના સ્વસ્થાન તિરછાલોકના વૈતાઢ્ય પર્વત આદિ પર છે. વ્યંતર દેવોના સ્વસ્થાન, ઉપપાતસ્થાન અને સમુદ્દાત સ્થાન, આ ત્રણે સ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે.
પ્રશ્ન-૧૨: જ્યોતિષી દેવો ક્યાં રહે છે ?
ઉત્તર– તિરછા લોકમાં સમ ભૂમિથી(પૃથ્વીથી) ઊંચાઈમાં ૭૯૦ યોજનથી ૯૦૦ યોજન સુધીના ૧૧૦ યોજન પ્રમાણ ક્ષેત્રમાં અને વિસ્તારમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રોની ઉપર જ્યોતિષી દેવોના વિમાનો છે, તે તેના સ્વસ્થાન છે. તેના ઉપપાત અને સમુદ્દાતસ્થાન પણ લોકના અસંખ્યાતમા ભાગમાં છે.
પ્રશ્ન-૧૩: વૈમાનિક દેવો ક્યાં રહે છે ?
ઉત્તર– ઊર્ધ્વ લોકમાં બાર દેવલોક, નવ ચૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં ૮૪, ૯૭, ૦૨૩ વૈમાનિક દેવોના વિમાનો છે, તે તેના સ્વસ્થાન છે. સર્વ પ્રકારના દેવોના ત્રણે પ્રકારના સ્થાન લોકનો અસંખ્યાતમો ભાગ છે.
પ્રશ્ન-૧૪: સિદ્ધો ક્યાં રહે છે ?
ઉત્તર– સિદ્ધો ઊર્ધ્વ લોકના અંતે રહેલી સિદ્ધશિલાથી દેશોન એક યોજન દૂર છે. અર્થાત્ એક યોજનના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં અર્થાત્ ઊંચાઈમાં ૩૩૩ ધનુષ ૩ર અંગુલ પ્રમાણ ક્ષેત્ર અને લંબાઈ-પહોળાઈમાં ૪૫ લાખ યોજનનું ક્ષેત્ર સિદ્ધ ક્ષેત્ર છે, તે સિદ્ધોનું સ્વસ્થાન છે અને તે ક્ષેત્ર લોકના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. સિદ્ધો અજન્મા અને અશરીરી હોવાથી તેના ઉપપાત કે સમુદ્દાત સ્થાન હોતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org