________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત કે જો 8 જો ૭] સ્થળ બંને સ્થાનોમાં બાદરવનસ્પતિના પર્યાપ્ત અપર્યાપ્તના સ્વસ્થાન છે, તે લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ઉપપાત અને સમુદ્દઘાતની અપેક્ષાએ અપર્યાપ્ત બાદર વનસ્પતિકાય સંપૂર્ણ લોકમાં છે. પ્રશ્ન-૬ઃ બે ઊર્ધ્વકપાટ અને તિર્યશ્લોક તક શું છે? ઉત્તર- પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ દિશામાં સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકાને
સ્પર્શતા, એક રજુ લાંબા અને ઊર્ધ્વ–અધો દિશામાં લોકાંતને સ્પર્શતા ક્ષેત્રને ઊર્ધ્વકપાટ કહે છે. તે ક્ષેત્રનો આકાર કેવળી સમુદ્દઘાતના બીજા સમયની કપાટ અવસ્થાની જેમ બે મોટા દરવાજા જેવો હોવાથી તે કપાટ કહેવાય છે. થાળના આકારવાળા, સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા પર્વતના ૧૮૦૦ યોજનની જાડાઈવાળા સંપૂર્ણ તિર્યશ્લોકને તિર્યશ્લોક તટ્ટ કહે છે. પ્રશ્ન-૭ઃ હે ભગવન્!વિકસેન્દ્રિય અને તિર્યંચ પચેન્દ્રિય જીવો ક્યાં રહે છે? ઉત્તર– જે અપ્લાય અને વનસ્પતિકાયના સ્વસ્થાન છે, તે જ વિકલેન્દ્રિયોના અને તિર્યંચ પચેન્દ્રિયોના સ્વાસ્થાન છે. તિરછા લોકમાં સર્વ જલીય અને સ્થલીય સ્થાનો, ઊદ્ધ લોકમાં આવેલી મેરુ પર્વતની વાવડીઓમાં અને અધોલોકને સ્પર્શતી મહાવિદેહ ક્ષેત્રની બેવિજયમાંતથા અસંખ્ય સમુદ્રોમાંવિકલેન્દ્રિય જીવોના સ્વસ્થાન છે. બાર દેવલોક સુધીની વાવડીઓમાંઅપ્લાય અને વનસ્પતિકાયના જીવો છે, પરંતુ ત્યાં વિકલેન્દ્રિય આદિ જીવો નથી. તેમજ સાતે નરકમાં અને ભવનપતિના ભવનોમાં પણ વિકસેન્દ્રિયાદિ જીવો નથી.
વિકસેન્દ્રિય અને તિર્યંચ પચેન્દ્રિયોના સ્વાનલોકના અસંખ્યાતમા ભાગમાં છે.તે ઉપપાત અને સમુદ્યાતની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. પ્રશ્ન-૮ઃ મનુષ્યો ક્યાં રહે છે? ઉત્તર- અઢીદ્વીપના ૧૦૧ મનુષ્યક્ષેત્રોમાં મનુષ્યોના સ્વાસ્થાન છે. ૧૫ કર્મભૂમિ
ભરત ક્ષેત્ર, પઐરવતક્ષેત્ર, પમહાવિદેહક્ષેત્ર.૩૦અકર્મભૂમિ-પહેમવયક્ષેત્ર, પહેરણ્યવયક્ષેત્ર, પરિવાસ ક્ષેત્ર, પરમ્યવાસ ક્ષેત્ર, પદેવકુરુક્ષેત્ર, ૫ ઉત્તરકુરુ ક્ષેત્ર અને ૫ અંતરદ્વીપ ક્ષેત્ર. આ રીતે ૧૫+૩૦+૫ = ૧૦૧ ક્ષેત્ર મનુષ્યોના સ્વસ્થાન છે. તે ક્ષેત્ર સંપૂર્ણલોકના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. મનુષ્યો ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સમુદ્યાતની (કેવળી સમુઘાતની) અપેક્ષાએ સંપૂર્ણ લોકમાં છે. પ્રશ્ન-૯ઃ નારકીઓ ક્યાં રહે છે? ઉત્તર- સાતે નરકના ૮૪ લાખ નરકાવાસોમાં નારકીઓના સ્વાસ્થાન છે. તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org