________________
૧૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર,
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અંગે
– પ્રકાશકીય વક્તવ્ય :
પરમપૂજ્ય આરાધ્યાપા આચાર્યદેવ આદિ ઉપકારી મુનિભગવતેએ સ્વ–પરના કલ્યાણ માટે અનેક ગ્રન્થની રચના કરેલ છે. તે તે ગ્રન્થના વાંચન-મનન-શ્રવણ કરવાથી આત્માને સમ્યગ બંધ થાય છે. તે બેધ સમ્યક ક્રિયામાં પરિણમે છે. “જ્ઞાનક્રિયાભ્યાં મોણા” અને એ રીતે સમ્યફ પ્રકારે જ્ઞાનક્રિયાની આરાધના દ્વારા આત્મા પરમાત્મપદને પામે છે.
૧૬ મી શતાબ્દિમાં પરમપૂજ્ય શ્રી ઉદયવીરગણુએ પુરૂષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુના જીવનચરિત્રની સંસ્કૃતમાં રચના કરી વિદ્ધસમાજને એક ચરિત્રગ્રન્થની ભેટ આપી છે. અને કથાનુયોગમાં એક મહાન ગ્રન્થને ઉમેરો કરેલ છે.
વિક્રમ સંવત ૧૯૭૫ માં શ્રી જૈનધર્મપ્રસારક સભાએ તે પાશ્વનાથ ચરિત્રને ગુજરાતીમાં અનુવાદ કરાવી પુસ્તકરૂપે પ્રકાશન કરી બાળજી ઉપર મહાન ઉપકાર કરેલ છે. જે હાલ અપ્રાપ્ય બનતાં વિક્રમ સંવત ૨૦૪૦ માં અમારી આગ્રહભરી વિનંતિનો સ્વીકાર કરી ચાતુર્મા સાથે પધારેલ પરમપૂજ્ય પચાસજી શ્રી શ્રેયાંસચંદ્રવિજયજી ગણિવર્યશ્રીની પ્રેરણાથી