________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૩.
તે લક્ષ્યમાં રાખીને આ ચરિત્રમાં રાખીને આ ચરિત્રમાં અનેક ઐતિહાસિક તથા પ્રાચીન કથાનકે પશુ આપવામાં આવ્યા છે. આમ આખું ચરિત્ર સદાચાર, ધમ' અને સંસ્કાર વડે સમૃદ્ધ થયું છે. ખરી રીતે આપણાં જીવન માટે આવા ચિત્રે જ માદર્શી રહેતાં આવ્યાં છે. પણ વર્તમાન યુગની ભૌતિક લાલસા આજ એટલી એકામ ખની છે કે ધર્મ, આધ્યાત્મિક તત્ત્વનું ચિંતન, સદાચાર, સંસ્કાર, વિગેરે સવ માટેનાં (હિત) રૂપ તત્ત્વા એક તરફ હડસેલાવા માંડયા છે. ભેાગલિપ્સાના યુગ કયારે આથમશે અને ચિર સુખ પ્રાપ્ત કરાવનાર અધ્યાત્મયુગ કયારે પ્રફુલ્લ બનશે તે તા જ્ઞાની જાણે. પરંતુ આવાં ચરત્ર પ્રત્યેના આપણા સભાવ, વાંચન વિગેરે જળવાઈ રહેશે તેા મને શ્રદ્ધા છે કે અધ્યાત્મ રૂપી સૂર્ય સામે આડા આવેલાં વાદળદળ અવશ્ય વિખરાઈ જશે.
પ્રસ્તુત ચરિત્ર સંસ્કૃતમાં ગદ્યમંધ સરલ અને સુવાચ્ય તે છે પરંતુ તેનુ આ ગુજરાતી સ્વરૂપ પણ એટલુ' જ સરલ, સુવાચ્ય અને સુમધુર છે. સ`પાક ૫. પૂ. મુનિરાજ શ્રી શ્રેયાંસવિજયજી મ. જે આ ચરિત્રનું સંપાદન કાર્ય કરીને આપણા ભવ્ય વારસાને જાળવી રાખ્યા છે. એમાં કાઈ શક નથી.
હું એક સામાન્ય સંસારી છું. આવા મહાન ગ્રંથની પ્રસ્તાવના હું કેમ લખી શકું? હું કેવળ ભગવાન પાર્શ્વનાય પ્રભુના જીવન મંગળ રૂપ આ ચરિત્રને મસ્તક જ નમાવી શ ધામી નિવાસ, કરણપુરા, રાજકોટ.
મેાહનલાલ ચુનિલાલ ધામી વૈ. શુ. ૧૩ વિ. સં. ૨૦૩૦ વીર સંવત ૨૫૦૦ (બીજી આવૃત્તિ-૨૦૪૧ પ્રથમ શ્રા. સુ.-૫ તા. ૨૨-૭–૮૫)