________________
માયાવાદ, એકાત્મવાદ વગેરે તાત્ત્વિક સિદ્ધાંતમાંથી અક્રિયાવાદ નિષ્પન્ન કરી રહી હતી. એ વસ્તુ દૂર કરવા માટે ક્રિયાવાદને સીધો જરૂરી એવો સિદ્ધાંત રજૂ કરવાની આવશ્યકતા હતી. તીર્થકરોએ એ વસ્તુ જોઈ અને ન્યાયશાસ્ત્રની જટિલતાઓમાં કુશાગ્ર બનેલા જમાનામાં પણ હિંમતભેર ન્યાયની સંગતતા જતી કરી, આચારની સંગતતાને જે પ્રાધાન્ય આપ્યું, એ જ તેમને તે જમાના ઉપરનો મેટો ઉપકાર છે.*
એટલે આપણે તો ઉત્તરાધ્યયનના સૈદ્ધાંતિક ભાગ ઉપર ભાર મૂકવાને બદલે તેમાં જે ઉપદેશાત્મક ભાગ છે તેના ઉપર જ ભાર મૂકો ઉચિત છે. શ્રી રાજચંદ્ર જ નથી, કહ્યું કે, “જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે– ઉપદેશ્યાં છે. તે ઉપદેશ આત્માથે છે અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી.
* એ જ ક્રિયાવાદની મનુષ્યબુદ્ધિએ અત્યારે કેવી વિકૃતિ કરી મૂકી છે, અને પોતાના આત્મા ઉપર કમ ન બંધાય તે માટે તેનો ભાર બીજાના આત્મા ઉપર નાખીને છૂટા થવાની કેવી અધાર્મિક અને અસામાજિક ભાવના ઊભી કરી છે, તેના દાખલા વાણિચાશાહી જૈન ધર્મમાં ઠેરઠેર જોવા મળે છે. જાતે ખેતી ન કરવી, ઘરમાં પહેલો. પિતે દી ન સળગાવ, અગ્નિ પણ બીજા અર્જુનને ત્યાંથી સળગેલે લાવી પોતાની હિંસાનો ભાર પાડેશીને આપ –એ - બધાં કાર્યોમાં દયા પણ નથી, ઘમ પણ નથી, અને દયાધર્મ નામ પામનાર જૈનધર્મ ની ચેખી ઠેકડી જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org