________________
વિચારોના વાસ્તવિક અવિરોધનું મૂળ તપાસનાર અને તેમ કરી તેવા વિચારેનો સમન્વય કરનાર શાસ્ત્ર. મનુષ્યની જ્ઞાનવૃત્તિ સામાન્ય રીતે અધૂરી હોય છે, અને પ્રત્યેક વસ્તુ અનેકધર્માત્મક હોય છે. એટલે મનુષ્ય કદી કોઈ વસ્તુને સંપૂર્ણ રીતે જાણી શકતા નથી. અને છતાં પિતાના પ્રયજન પૂરતું અમુક અપેક્ષાએ વસ્તુનું અમુક સ્વરૂપ સ્વીકારીને જ જગતને વ્યવહાર ચાલી રહ્યો છે. એટલે વ્યવહારનું સત્ય આપેક્ષિક જ હોવાનું. પરંતુ તેમાં યાદ રાખવાનું એટલું કે, બીજી અપેક્ષાએ તે જ વસ્તુનું સ્વરૂપ બીજો કોઈ આપણાથી જુદું માનતો હોય તે તેનો વિરોધ કરવા કરતાં, તેની અપેક્ષા કેવી છે કે કેટલી સાચી છે તે તપાસવું એ જ જરૂરી છે. દાખલા તરીકે, જીવને કર્મ સાથેનો સંબંધ કેટલાક ભ્રમરૂપ માને છે; સ્વાવાદ કહેશે કે, તેમને તેમની અપેક્ષાએ તેમ માનવાની છૂટ છે; પરંતુ જે તે સંબંધ ભ્રમરૂપ માનીને પણ તેમાંથી છૂટવાનું તો સાચેસાચ જ હોય, તે પછી વધુ સરળ માર્ગ “જીવને કર્મબંધન વાસ્તવિક જ છે' એમ માનવું એ નથી? જૈન ધર્મે જે કર્યું છે તે આ કર્યું છે. તેણે અંતિમ મોક્ષ અને તેને માટેના પ્રયત્નો વિચાર કાયમ રાખી, તેને માટે આવશ્યક એવો સિદ્ધાંત તારવી કાઢ્યો; અને અગમ્ય વસ્તુઓમાં ફાંફાં મારી પાછી પડતી અને અટવાતી બુદ્ધિને નિષ્ફળ પ્રયત્નમાંથી મુક્ત કરી. તેથી જ જૈનદર્શનને “સંવિરાસુરમ્’મુમુક્ષને સમજવામાં સહેલું” એવું વિશેષણ મળ્યું. તે જમાનામાં આમ કરવાની બીજી રીતે પણ આવશ્યકતા ઊભી થઈ હતી. માણસની વિકૃત બુદ્ધિ તે વખતે પ્રચલિત ઈશ્વરકવાદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org