________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
IAL
ઉપરાંત રહેવું પડે તો ઉપાશ્રય બદલે, ઉપાશ્રયના ખુણા બદલે, પણ માસ ઉપરાંત તે જ સ્થાને ન રહે. પ્રથમ બાવીશ જિનના સાધુઓ તો સરલ સ્વભાવી અને પ્રાજ્ઞ હોય છે, તેથી ઉપર કહેલા દોષનો અભાવ હોવાથી
વ્યાખ્યાનમું તેમને માસકલ્પ નિયત નથી લા
૨૦ પર્યુષT વેન્ડ એટલે સાધુઓએ એક સ્થળે ચોમાસું કરવું. પર્યુષણા કલ્પ બે પ્રકાર છે - જઘન્ય અને ઉત્કૃષ્ટ, સંવત્સરી પ્રતિક્રમણથી માંડીને કાર્તિક ચોમાસી પ્રતિક્રમણ પર્યત સિત્તેર દિવસ સુધી રહેવું તે જઘન્ય પર્યુષણા કલ્પ, અને અસાડચોમાસી પ્રતિક્રમણથી માંડીને કાર્તિક ચોમાસી પ્રતિક્રમણ સુધી ચાર માસ રહેવું એ ઉત્કૃષ્ટ પર્યુષણા કલ્પ, એ બેઉ કલ્પ સ્થવિરકલ્પિને હોય, જિનકલ્પિને ઉત્કૃષ્ટ પર્યુષણા જે ચાર માસનો છે તે હોય છે. વળી લાભાદિકને કારણે સાધુ એક સ્થાને છ માસ પણ રહે, તે આવી રીતે ચોમાસા પહેલાં માસ કલ્પ કરે, અને ચોમાસું વીત્યા પછી પણ માસ કલ્પ કરે, એમ છમાસી કલ્પ થાય. આ કલ્પ પણ સ્થવિરકલ્પીને સમજવો. આ પર્યુષણા કલ્પ પહેલા અને છેલ્લા જિનના સાધુ અવશ્ય કરે. પણ બાવીશ જિનના સાધુને પર્યુષણા કલ્પ અનિયત છે, કારણ કે તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી દોષોનો અભાવ હોય તો દેશ ઉણી વાતો પૂર્વકોટિ સુધી એક સ્થાને રહે, અને દોષ હોય તો એક માસ પણ રહે નહીં II૧૦ની
એ દસ કલ્પ ઋષભદેવ અને મહાવીરસ્વામીના સાધુઓને નિયત જાણવા, અજિતનાથ વિગેરે બાવીશ જિનના સાધુઓને વ્રત', શય્યાતર, જયેષ્ઠ, અને કૃતિકર્મ', એ ચાર કલ્પ નિયત જાણવા. અને અચલક',
For Private and Personal Use Only