________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ ૬ વ્રત દત્તે મહાવ્રતા પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુને પાંચ મહાવ્રત છે, પણ અજિતનાથ પ્રમુખ
વ્યાખ્યાનમુ. બાવીશ જિનના સાધુને ચાર મહાવ્રત હોય છે. તેમને મૈથુનવિરમણ નામના મહાવ્રતનો સમાવેશ થાય પરિગ્રહવિરમણ મહાવ્રતમાં થઈ જાય છે, કારણ કે-તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી જાણે છે કે – સ્ત્રી પણ પરિગ્રહ જ છે, તેથી પરિગ્રહનું પચ્ચખ્ખાણ કરતાં સ્ત્રીનું પણ પચ્ચખ્ખાણ થઈ જ ગયું. પણ પહેલા અને પુણ છેલ્લા તીર્થંકરના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ નહીં હોવાથી તેમને તેવી બુદ્ધિ હોતી નથી, તેથી તેમને પાંચ મહાવ્રત છે llll
છેષ્ઠ વત્વ એટલે વૃદ્ધ-લઘુપણાનો વ્યવહાર. પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુની વડી દીક્ષાથી માંડીને વૃદ્ધ-લઘુપણાની ગણના કરવી, અને અજિતનાથ વિગેરે વચલા બાવીશ તીર્થંકરના સાધુને તો અતિચાર રહિત ચારિત્ર હોવાથી દીક્ષાના દિવસથી માંડીને વૃદ્ધ-લઘુપણાની ગણના કરવી. પિતા અને પુત્ર, રાજા અને પ્રધાન, શેઠ અને વાણોતર, માતા અને દીકરી, અથવા રાણી અને દાસી વગેરે સંઘાતે યોગ વહન કરે, અને સંઘાતે વડી દીક્ષા લે તો તેમને ક્રમ પ્રમાણે વૃદ્ધ-લઘુ સ્થાપવા. પણ જો પુત્ર વડી દીક્ષા લેવાને યોગ્ય થયો હોય, પિતા ન થયો હોય, તો થોડા દિવસ વિલંબ કરીને પિતાને જ વૃદ્ધ સ્થાપવો. જો તેમ ન કરીએ, અને પુત્રને મોટો સ્થાપીએ, તો પિતાને અપ્રીતિ થાય. પણ જો તેઓમાં અભ્યાસ વિગેરેનું મોટું આંતરું હોય, તો
For Private and Personal Use Only