________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
|||
|
Uણિી
સર્વ તીર્થકરોના વારામાં સર્વ સાધુઓને કલ્પ નહીં, કારણ કે-શયાતર જો રાગી થાય તો આહાર વિગેરેની Aિ
પ્રથમ સાધુ માટે જોગવાઈ રાખે, અને તેથી આહારાદિ અસૂઝતો મળે ! વળી સારો આહાર મળે તો સાધુ તે ઘર ન 8િ
| | વ્યાખ્યાનમ છોડે. તથા લોકોમાં એમ ઠસી જાય કે - સાધુને જે રહેવાની જગ્યા આપે તે જ આહાર પાણી વિગેરે આપે, તે ભયથી કોઈ ઉતરવાની જગ્યા ન આપે, ઇત્યાદિ ઘણા દોષનો સંભવ રહેલો છે. તેથી સાધુને શય્યાતરનો બાર પ્રકારનો પિંડ ન કલ્પે. એ બાર પ્રકારનો પિંડ ન લેવાથી લોકોમાં જૈન ધર્મની પ્રશંસા થાય કે – અહો ! જૈન સાધુઓ નિઃસ્પૃહી છે. અને તેથી ઉતરવાની જગ્યા મળે. પણ કોઈ ગામમાં સાધુ ગયા હોય, ત્યાં શ્રાવકનું એક જ ઘર હોય, તો તે શ્રાવકને ઘેર સાધુ રાતના ચાર પહોર જાગતા રહે, પ્રભાતનું પડિક્કમણુંપડિલેહણ બીજે સ્થાને કરે, તો તે શ્રાવક શય્યાતર કહેવાય નહીં, એટલે તેના ઘરનું આહાર પાણી વિગેરે કહ્યું, તેને ઘેરથી આહાર પાણી લે તો દોષ ન લાગે. શય્યાતરની પણ આટલી વસ્તુઓ સાધુઓને કહ્યુંતૃણ, માટીનું ઢેકું, રાખ, માત્રુ (પેસાબ) કરવાની કુંડી, પાટલો, પાટ, પાટીયું, શય્યા, સંથારો, લેપ આદિક વસ્તુ, અને ચારિત્રની ઇચ્છાવાળો ઉપધિસહિત શિષ્ય ૩
ક રાવિંદ - એટલે સેનાપતિ, પુરોહિત, શ્રેષ્ઠી પ્રધાન અને સાર્થવાહ સહિત રાજ્યાભિષેક કરેલ જે રાજા, તેના આહાર પાણી ખાદિમ સ્વાદિમ વસ્ત્ર" પાત્ર કંબલ અને રજોહરણ ૮ એ આઠ પ્રકારનો પિંડ કે પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુને કહ્યું નહીં. કારણ કે, તેને ઘેર જતાં આવતાં સાધુને ખોટી થવું પડે,
For Private and Personal Use Only