________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
JERN
પ્રથમ
કલ્પસૂત્ર ભાષાંતર
ચોમાસુ રહેલા સાધુ માંગલિકને માટે પાંચ દિવસ શ્રીકલ્પસૂત્ર વાંચે. કલ્પ એટલે સાધુનો આચાર, રીતે સાધુનો આચાર દસ પ્રકારે છે. તે આ પ્રમાણે-અચેલક કલ્પ, ઉદેશિક કલ્પ, શય્યાતર કલ્પ, રાજપિંડ ડી
AS | વ્યાખ્યાનમ કલ્પ,કૃતિકર્મ કલ્પ, વ્રત કલ્પ, જયેષ્ઠ કલ્પ, પ્રતિક્રમણ કલ્પ,૮ માસ કલ્પ, અને પર્યુષણા કલ્પ,૭. Iિ દસે કલ્પની વિસ્તારથી સમજણ -
- ૨૩ નવ વન્ય -વસરહિતપણું. તીર્થંકરાશ્રિત અચેલક કલ્પ-તીર્થંકરો જયારે દીક્ષા લે છે ત્યારે ઇંદ્ર એક દેવદુષ્ય વસ્ત્ર ભગવંતને ખભે મૂકે છે, તે દેવદૂષ્ય જયાં સુધી ભગવંતની પાસે હોય ત્યાં સુધી સચેલક કહેવાય; પણ જયારે તે વસ્ત્ર જાય ત્યારે અચેલક કહેવાય.
સાધુ આશ્રિત અચેલક કલ્પ-પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ અને છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના સાધુ શ્વેત, પરિમાણવાળાં અને જીર્ણપ્રાય વસ્ત્ર રાખે છે, તેથી તેઓ વસ્ત્ર રહિત હોવાથી તેમને અચેલક કલ્પ
છે. શ્રી અજિતનાથ પ્રમુખ વચલા બાવીસ જિનના કોઈ કોઈ સાધુ બહુમૂલ્યવાળાં અને ભિન્ન ભિન્ન વર્ણવાળાં આ વસ્ત્રો રાખે છે, તથા કોઈ કોઈ સાધુ શ્વેત અને પરિમાણવાળાં વસ્ત્રો રાખે છે, તેથી તેઓને અચેલક કલ્પ (4
અનિશ્ચિત છે. પહેલા અને છેલ્લા જિનના સાધુઓ શ્વેત, પરિમાણવાળાં અને જીર્ણપ્રાય વસ્ત્રો રાખે છે,
For Private and Personal Use Only