________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ | વ્યાખ્યાનમુ.
T
ગુરમહારાજ પિતાને સમજાવે કે- “હે મહાભાગ્યવંત ! તમારો પુત્ર મોટો થશે તો તમોને જ મોટાઈ છે, તમે | કહો તો તમારા પુત્રને વડી દીક્ષા આપીએ”. એવી રીતે સમજાવવાથી જો રાજીખુશીથી રજા આપે તો પુત્રને !
Mી
| વડી દીક્ષા આપી મોટો કરવો, પણ ના કહે તો તેમ કરવું નહીં. આવી રીતે રાજા અને પ્રધાન વિગેરે સર્વને માટે સમજવું IIકા.
૮ પ્રતિમા – શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીર સ્વામીના સાધુઓને અતિચાર-દોષ લાગે અથવા ન લાગે તો પણ તેઓએ સવાર અને સાંજ એમ બન્ને વખત અવશ્ય પ્રતિક્રમણ કરવું, બાવીશ જિનના સાધુઓ અતિચાર લાગે તો જ પ્રતિક્રમણ કરે. વળી તે બાવીશ જિનના સાધુઓને કારણ હોય તો પણ દેવસી અને રાઈ એમ બે જ પ્રતિક્રમણ કરવાનાં હોય છે, તેમને પમ્પી, ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ કરવાનાં હોતાં નથી II
૬ માસ વન્ય - પહેલા અને છેલ્લા જિનના સાધુઓને એક જ સ્થાને વધારેમાં વધારે એક માસ રહેવું કલ્પે. કારણ કે, તેથી વધારે વખત રહે તો ઉપાશ્રય ઉપર મોહ વધે, લોકમાં લઘુપણું પામે ઇત્યાદિ ઘણા દોષનો સંભવ છે. અને વિહાર કરવાથી ઘણા પ્રાણીઓને પ્રતિબોધ આપે, વિવિધ પ્રકારના દેશ દેખે, જ્ઞાનવિજ્ઞાન વૃદ્ધિ પામે, ઇત્યાદિ ઘણો લાભ થાય. પરંતુ કદાચ દુષ્કાળ, અશક્તિ, રોગ વિગેરે કારણે માસ
For Private and Personal Use Only