Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આત્માનુભૂતિને પ્રગટાવવા માટે ત્રણ વસ્તુ જોઈએ. (૧) શાસ્ત્ર, (૨) મિથ્યાત્વનો ધ્વંસ, (૩) કષાયની અલ્પતા. બાહ્ય અંધારું સૂર્ય ટાળે, હૃદયનું અંધારું સદ્ગુરુ ટાળે. જ્ઞાનપ્રકાશે રે, મોહ - તિમિર હરે, જેહને સદ્ગુરુ સૂર.’ મનની પાંચ અવસ્થા છે : ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર, નિરુદ્ધ.
પ્રથમ તબક્કામાં મન ચંચળ જ રહેવાનું છે. માંકડ અને માકડું આમેય ચપળ છે જ. તમે એને પકડવા પ્રયત્ન કરો એમ તે દૂર ભાગે. પણ એમ સમજીને સાધનાથી દૂર નથી ભાગવાનું. આ સ્વાભાવિક છે, એમ સમજીને સાધનાને મજબૂતીથી પકડવાની છે.
યોગશાસ્ત્રમાં મનની ચાર અવસ્થા (વિક્ષિપ્ત, યાતાયાત, સુશ્લિષ્ટ અને સુલીન)ઓનો સમાવેશ આ પાંચમાં થઈ જાય છે.
આત્માનુભવાધિકાર
ઉપા. શ્રી પૂ. યશોવિજયજીકૃત અધ્યાત્મસાર
નારાજ.
છે.
ક્ષિપ્ત :
મૂઢ ઃ વિરુદ્ધ કાર્યોમાં ડૂબી જાય.
વિક્ષિપ્ત : બહિર્મુખ મન. સુખમાં રાજી અને દુઃખમાં
ત્રીજી અવસ્થામાં સત્ત્વ ગુણની અધિકતા છે.
આ ત્રણ દશાથી જે ઉપર ઉઠે છે તે એકાગ્ર અવસ્થા સુધી પહોંચે છે. પવન રહિત સ્થાનમાં દીવાની જ્યોત સ્થિર હોય છે, તેમ અહીં ચિત્ત સ્થિર થઈ જાય છે.
નિરુદ્ધ : સંકલ્પ-વિકલ્પોનો સંપૂર્ણ ત્યાગ.
આત્મસ્વરૂપમાં લીન બનેલા મુનિઓને આવું મન હોય
પ્રથમ ત્રણ ચિત્ત આરાધનામાં ઉપયોગી નથી.
૧૨
*** કહે કલાપૂર્ણસૂરિ-૧