Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભાગ્યથી વધુ નહિ.
ભગવાન સર્વસ્વ આપવા તૈયાર છે. આપણે કેટલું લઈશું ? માંગો તો આજે જ સમ્યક્ત મળી જાય.
“જિનભક્તિરત ચિત્તને રે, વેધકરસ ગુણ પ્રેમ રે; સેવક જિનપદ પામશે રે, રસસિદ્ધ અય જેમ રે...'
લોઢા જેવા આત્માને પ્રભુ-ગુણના પ્રેમનો વેધકરસ સ્પર્શ એટલે આત્મા પરમાત્મ – સુવર્ણત્વથી ઝળકી ઉઠે.
પેલો વેધકરસ મળે કે ન મળે, આપણા હાથમાં નથી, પણ પ્રભુ-ગુણનો પ્રેમ આપણા હાથની વાત છે.
- મારા ભાગ્યમાં ક્યાં ચારિત્ર છે ?' એવું કહેનારો મારા ભાગ્યમાં ક્યાં ભોજન છે ?” એવું કદી કેમ નથી કહેતો ?
આજનું ભાગ્ય ગઈકાલનો આપણો પુરુષાર્થ છે. આજનો પુરુષાર્થ જ આવતીકાલનું ભાગ્ય બનશે.
* કોઈ અષ્ટાંગયોગ, કોઈ બીજી ધ્યાન પદ્ધતિ બતાવે. ભગવાને સામાયિક બતાવ્યું, જે બધી ધ્યાન-પદ્ધતિઓને ટક્કર મારે. સામાયિક ભગવાને માત્ર કહ્યું નથી, જીવનમાં ઉતાર્યું છે. સામાયિકમાં સર્વ અનુષ્ઠાનોનો સંગ્રહ છે. સર્વજ્ઞ કથિત સામાયિક ધર્મ પુસ્તક બહાર પડેલું છે તે જોજો.
આપણી પાસે આવેલું સામાયિક ભરવાડના હાથમાં આવેલા ચિંતામણિ જેવું છે, જે કાગડાઓ ઉડાડવા તે ફેંકી દે
* નવકાર, કરેમિભંતે સિવાય બીજા સૂત્રો પોતપોતાના શાસનમાં ગણધરોના અલગ અલગ હોય. શબ્દોમાં ફરક; અર્થમાં નહિ. માટે જ કોઈ પણ તીર્થકરે કહેલું હોય પણ તેમાં કોઈ ફરક ન આવે. અનંતા તીર્થકરોએ જે કહ્યું છે
એ જ તેઓ કહેશે. માટે જ સીમંધરસ્વામી પાસેથી સાંભળેલું નિગોદવર્ણન કાલિકાચાર્ય પાસેથી સાંભળતાં પણ સૌધર્મેન્દ્રને એવું જ લાગ્યું.
માથું ફરી ગયું હોય તે જ આગમમાં ફેરફાર કરે, કે ફેરફાર કરવાની ઈચ્છા કરે. ૨૫૬ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
* કહે