Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાપી માણસ પણ ગુરુ પાસે પાપોની આલોચના અને નિંદા કરે તો અત્યંત હળવો થાય છે, જેમ ભાર ઊતાર્યા પછી મજૂર હળવો થાય છે.
જ્યાં સુધી આપણે આલોચના લેતા નથી, ત્યાં સુધી ભારે છીએ.
આલોચના વખતે માત્ર તે જ પાપ દૂર થાય છે, તેવું નથી, જન્મ જન્માંતરોના પાપો પણ દૂર થઈ જાય છે. ઝાંઝરીયા મુનિના ઘાતક રાજાને પશ્ચાત્તાપ થયો ત્યારે મુનિ - હત્યાનું જ પાપ નહિ, જન્મ-જન્માંતરોના પાપ પણ નષ્ટ થઈ ગયા. રાજા કેવળી થયો. જ્યારે તમે વસ્ત્રનો ડાઘ સાફ કરવા ધુઓ છો, ત્યારે માત્ર ડાઘ જ સાફ નથી કરતા, વસ્ત્ર આખુંય સાફ કરો છો.
છે. પાણીની જેમ તમે ઘી નથી ઢોળતા. જરૂરથી વધારે રૂપિયા નથી વાપરતા તો વાણી કેમ વાપરો છો ? મન કેમ વાપરો છો ?
અસંક્લિષ્ટ મન તો રત્ન છે, આંતરિક ધન છે. એને કેમ વેડફવા દેવાય ?
चित्तरत्नमसंक्लिष्टम् आन्तरं धनमुच्यते । આપણી વાણી કેટલી કિંમતી છે ? મૌન રહીને જો વાણીની ઊર્જાનો સંચય કરીશું તો આ વાણી અવસરે કામ લાગશે, નહિ તો એમ ને એમ વેડફાઈ જશે.
મનથી જો દુધ્ધન કરીશું, આડા-અવળા વિચારો કર્યા કરીશું તો શુભ ધ્યાન માટેની ઊર્જા ક્યાંથી બચશે ?
વાણી પ્રભુના ગુણો ગાવા મળી છે.
તત્ર સ્તોત્રા , ચ, પવિત્રાં સ્વાં સરસ્વતીમ | આ વાણીથી કઠોર વચન શી રીતે નીકળે ? કોઈની નિંદા શી રીતે થઈ શકે ?
આ મન પ્રભુનું ધ્યાન ધરવા માટે છે, ત્યાં બીજાનું ધ્યાન શી રીતે ધરાય ?
રાજાને બેસવા લાયક સિંહાસન પર ભંગીને કેમ બેસાડાય ?
*
*
*
*
*
*
*
*
*
* *
* *
૩૦૫