Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 704
________________ 'અધ્યાત્મયોગીપૂજ્ય આચાર્યદેવશ્રીનું સાહિત્ય ધ્યાન-વિચાર મિલે મન ભીતર ભગવાન તત્ત્વજ્ઞાન પ્રવેશિકા સર્વજ્ઞ કથિત પરમ સામાયિક ધર્મ પરમ તત્ત્વની ઉપાસના અધ્યાત્મ ગીતા યોગશતક યોગસાર તાર હો તાર પ્રભુ ! સહજ સમાધિ કહે કલાપૂર્ણસૂરિ, ભાગ ૧ થી ૪, કુલ પેજ પ્રાયઃ ૨૦૦૦ (ગુજરાતી-હિન્દી) - સાધુને શીખામણ ૧. બીજાનું કામ આવે ત્યારે પોતાનું કામ ગૌણ કરવું. ૨. બીજાની ઈચ્છા સંતોષવા પોતે સદા સજ્જ રહેવું. ૩. બીજો પૂછવા આવે ત્યારે ઉત્તર આપ્યા વગર રહેવું નહિ. બીજાની ઈચ્છા, તત્પરતા કે અભિરૂચિ ન હોય તે સર્વ સમય પોતાના કાર્યમાં મશગુલ રહેવું. આવતી કાલે કે હવે પછીના સમયે શું કાર્ય કરવાનું છે, તેની યોજના વિચારણા કે ગોઠવણી પહેલેથી કદી કરવી નહિ. જે કાર્ય જે સમયે દૈવયોગે સામે આવી પડે તેને જ સર્વશ્રેષ્ઠ માનીને તેને બનાવવામાં આનંદ માનવો. દુનિયામાં જે કાંઈ થઈ રહ્યું છે તે કાર્ય કારણના નિયમને અનુસાર યોગ્ય જ થઈ રહ્યું છે, એમ સદા વિચારવું. આપણી ઈચ્છા મુજબ દુનિયાને ચલાવવાનો વિચાર કરવા કરતાં દુનિયા જે રીતે ચાલે છે તે રીતે ચાલવા દઈ આપણો ફાળો આપણને છાજે તે રીતે તેમાં આપવો. બીજા કેમ ચાલે છે તે ઉપર અધિકાર બીજાનો છે, આપણે કેમ ચાલવું તે ઉપર અધિકાર આપણો છે. - પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર ૪૨ * કહે કલાપૂર્ણસૂરિ-૧

Loading...

Page Navigation
1 ... 702 703 704 705 706 707 708