Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આવું એમનું સહજ જીવન હોય.
વડીલોની પૂજા કરે તેને જ પરોપકાર વૃત્તિ મળે ને તેને જ સદ્ગુરુ મળે. માટે જ જયવીયરાયમાં આ જ ક્રમ કહ્યો છે.
'गुरुजणपूआ परत्थकरणं च सुह-गुरु-जोगो ।'
બની શકે : ગુરુમાં એવી શક્તિ ન પણ હોય, તોય એમની ભાવપૂર્વક સેવાથી શિષ્યની શક્તિઓ ખીલે જ ખીલે.
જંબૂવિજયજી આનું ઉત્તમ ઉદાહરણ છે. | પિતા + ગુરુ ભુવનવિજયજીના વિરહમાં એમની કામળી રાખી છે. એ જોઈ આજે પણ ગદ્ગદ્ બને. પરિણામે કેવી શક્તિઓ પ્રગટી ? ભુવનવિજયજીને કોણ ઓળખતું'તું ? જંબૂવિજયજી વિદ્વાન અને ભક્ત તરીકે પ્રસિદ્ધ થયા.
પિતા-ગુરુ વિના જંબૂવિજયજી એકલા થઈ ગયા. પૂ. પંન્યાસ ભદ્રંકરવિજયજી પાસે એક ભાઈ દીક્ષા લેવા આવ્યા. પંન્યાસજી મહારાજે એમને જંબૂવિજયજી પાસે મોકલ્યા.
દેવે” (ભગવાને) ૫. ભદ્રંકરવિ. દ્વારા આમને મોકલ્યા માટે એમનું નામ “દેવભદ્ર' વિજય રાખ્યું.
આપણે તો બીજાને શિષ્ય આપવાની વાત છોડો, ઉર્દુ બીજાનો ખેચી લઈએ.
૦ નિર્ચન્થ કોને કહેવાય ? ૯ બાહ્ય અને ૧૪ આંતર પરિગ્રહ છે.
ધન - ધાન્ય - વાસ્તુ - ક્ષેત્ર - હિરણ્ય, સુવર્ણ, દ્વિપદ - ચતુષ્પદ, કુષ્ય આ નવ બાહ્ય પરિગ્રહ છે.
૪ કષાય + ૯ નોકષાય + ૧ મિથ્યાત્વ =૧૪ આ આંતર પરિગ્રહ છે. તેનો ત્યાગ કરે તે નિર્ચન્થ કહેવાય.
કાણાવાળી સ્ટીમરમાં કોઈ ન બેસે. બેસે તેને સ્ટીમર ડૂબાડી દે.
- અતિચારના કાણાવાળું સાધુપણું આપણને સંસાર-સાગર શી રીતે કરાવશે ?
આપણું સાધુપણું મુક્તિ આપે એવું છે, એવું આપણને લાગે છે ? પોતાની જાત સંયમને યોગ્ય બનાવવા સાધુ સતત
કહે કલાપૂર્ણસૂરિ-૧
* *
*
* *
* *
* * *
* * * ૪૩૧