Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
દસ
-
મારા માણસ
- बेंगलोर - राजाजीनगर प्रतिष्ठा-प्रसंग, वि
આસો વદ ૫ ર૯-૧૦-૧૯૯૯, શુક્રવાર
- અત્યારે પંચવસ્તકમાં છ આવશ્યક ચાલે છે. અવશ્ય કરવાની ચીજ તે આવશ્યક.
એવું નથી કે સાંજે જ છ આવશ્યક કરવાના. આખો દિવસ છ આવશ્યકમાં જ જીવવાનું છે. દરેક ક્ષણ આવશ્યકમય હોવી જોઈએ. સાંજે તો માત્ર લાગેલા દોષોનું પ્રાયશ્ચિત્ત કરવાનું છે.
- દરેક ક્ષણે કર્મ જાગતું રહે છે તો આપણાથી કોઈ પણ ક્ષણે કેમ ઊંધી શકાય ? યુદ્ધ વખતે સૈનિક આરામ કરી શકે ખરો ? પ્રમાદ કરીશું તેટલો પરાજય નજીક આવશે, એવું દરેક સૈનિકને ખ્યાલ હોય તેમ સાધુને પણ ખ્યાલ હોય. રાગદ્રષની સામે આપણી લડાઈ ચાલુ છે.
અરિહંતને શા માટે આપણે દેવ તરીકે પસંદ કર્યા ? તેઓ રાગ-દ્વેષના વિજેતા છે માટે. આપણે પણ રાગ-દ્વેષના વિજેતા બનવાનું છે એ માટે.
ર્થ સાથથાનિ, રેઢું વા પતિયામિ ' ની પ્રબળ ભાવના જોઈએ.
*
*
*
*
*
*
*
*
*
*
*
* ૪૦૩