Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આત્મરમણી મુનિ જગવિદિતા, ઉપદિશી તિણે અધ્યાત્મગીતા.’ || ૩ ||
કેટલાક જિજ્ઞાસુ શ્રાવક માટે પૂ. દેવચન્દ્રજીએ આ અધ્યાત્મગીતા બનાવી છે. વૈદિકોમાં ભગવદ્ગીતા પ્રસિદ્ધ છે, તેમ આપણી આ ગીતા છે.
બે શ્રુતકેવલી કહ્યા છે : (૧) સંપૂર્ણ દ્વાદશાંગીના જ્ઞાતા. (૨) આત્મરમણી યુનિ.
આખા આગમોનો સાર આત્મરુચિ, આત્મજ્ઞાન અને આત્મરમણતા છે. પરરુચિ, પરભાવ રમણતાથી અટકવું તે છે.
આગમ - નો આગમ તણો, ભાવ તે જાણો સાચો રે; આતમ ભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે.'
આ જ્ઞાનનો સાર છે, મુઠી છે. આટલી મૂઠીમાં બધું સમાઈ ગયું. શેષ તેનો વિસ્તાર છે.
નિજ સ્વરૂપ જે ક્રિયા સાથે, તેહ અધ્યાત્મ કહીએ રે.”
પૂ. આનંદઘનજી અધ્યાત્મની સંક્ષિપ્ત વ્યાખ્યા આપતાં કહે છે : જે ક્રિયાથી તમારું સ્વરૂપ નજીક આવે તે ખરું અધ્યાત્મ. જેનાથી આપણે સ્વરૂપથી દૂર જઈએ તે અધ્યાત્મ નથી.
દરેક ક્રિયા વખતે આ વ્યાખ્યા નજર સામે રાખો તો જીવન કેવું બદલાઈ જાય ?
અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય - આ પાંચ પ્રકારનો યોગ હરિભદ્રસૂરિજીએ બતાવ્યો છે. શરૂઆત અધ્યાત્મથી થઈ છે.
તત્ત્વચિંતન કરવું તે અધ્યાત્મ ! કોનું તત્ત્વચિંતન ?
આગમના સહારે તત્ત્વચિંતન કરવું તે ચિંતન મૈત્રી આદિથી યુક્ત હોવું જોઈએ તથા જીવનમાં વિરતિ જોઈએ.
જૈન દષ્ટિએ આ અધ્યાત્મ છે. નિષ્ણાત વૈદ બધા રોગોનો ઈલાજ એક ઔષધથી કરે, તેમ ભગવાન આપણા ભવ-રોગનો ઉપાય એક જ દવાથી કરે છે.
તે દવા છે : અધ્યાત્મ !
૪૮૦
=
=
*
*
*
*
*
*
*
*
* *
* કહે