Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
- સાધુ-જીવનના વ્રતો સંસારના ક્ષય માટે છે. કર્મનું મૂળ અવિરતિ છે.
વિદે સંગમે !' સંસારનું મૂળ માત્ર એક જ પ્રકારમાં બતાવવું હોય તો અસંયમ, અવિરતિ છે. એનાથી અત્યાર સુધી જીવે કર્મોનો જ સંગ્રહ કર્યો છે. બાળક કાંકરાનો સંગ્રહ કરે તેમ સોના-ચાંદી ભેગી કરનાર પણ જ્ઞાનીની નજરે “બાળક” જ છે. ફક્ત રંગમાં ફરક છે. જ્ઞાનીની નજરે સોનું એટલે પીળા કાંકરા ! ચાંદી એટલે સફેદ કાંકરા ! માણસ ગમે તેટલો મોટો થાય પણ જિન-વચન ન સમજે તો બાળ જ રહેવાનો ! માત્ર એના રમકડા બદલવાના, એની વૃત્તિઓ નહિ બદલવાની ! કાંકરાથી રમતો છોકરો મોટો થઈને પીળા કાંકરાથી રમે. આમાં તાત્વિક ફરક ક્યાં પડ્યો ? રમકડાના પ્રકાર જ બદલાયા, અંદર બેઠેલો “બાળક” ન બદલાયો.
તપેલા લોઢા પર ચાલતાં જેટલું દુઃખ થાય તેટલું જ દુ:ખ સંગી જીવને હિંસાદિ પાપ કરતાં થાય. કાચા પાણી પર કે વનસ્પતિ પર ચાલતાં એને તપેલા લોઢા પર ચાલવા જેવું લાગે.
આજે બધા સાધુ-સાધ્વીજીને વાસક્ષેપ નાખીશ, પણ ગૃહસ્થો ગુરુપૂજન કરે તેમ તમે શું કરશો ? કોઈને કોઈ નૂતન અભિગ્રહ લઈ સંયમ જીવનને શોભાવજો. પરિગ્રહનો ભાર ઓછો થાય, તેવું કાંઈક કરજો.
અમારા ગુરુદેવ પૂ. કંચન વિ. કાળધર્મ પામ્યા. ત્યારે ઉપકરણમાં સંથારિયું અને ઉત્તરપટ્ટો જ માત્ર હતા. સાવ જ ફક્કડ !
બોક્ષ ઓછા તેનો “મોક્ષ” જલ્દી, એટલું જ યાદ કરજો. ભણવાનો પણ અભિગ્રહ કરી શકાય.
શાન્તિનગર(અમદાવાદ)માં એક સાધ્વીજીએ ૧૧ હજાર ૧૧૧ શ્લોકનો અભિગ્રહ લીધેલો ને પછી એક વર્ષમાં પૂર્ણ કરીને પૂરું લીસ્ટ અમારા પર મોકલેલું.
આત્માનું નૈૠયિક સ્વરૂપ આપણે સંથારા પોરસી વખતે રોજ બોલીએ છીએ :
કહી
*
*
*
*
*
* *
*
* *
* *
* ૫૩૩