Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
- નિશ્ચયથી આત્મા પરનો કર્યા છે જ નહિ, આત્મગુણોનો જ કર્તા છે, છતાં જો પરકર્તુત્વનું અભિમાન પોતાના માથે લે તો દંડાય. કોર્ટમાં કોઈ જો બોલી જાય “મેં ચોરી કરી છે” તો એને અવશ્ય દંડ મળે; ભલે તેણે ચોરી ન કરી હોય.
સ્વ-આત્મા ઉપાદાન કારણ છે. - સુદેવ – સુગુરુ આદિ મુખ્ય કારણ છે. મુખ્ય કારણથી ઉપાદાન કારણ પુષ્ટ થાય છે.
૪ નાનો વેપારી મોટા વેપારી પાસેથી માલ લે તેમ આપણે પ્રભુની પાસેથી ગુણોનો માલ લેવાનો છે. વેપારી તો હજુ ના પણ પાડી દે. ઉધાર ન પણ આપે. ભગવાન કદી ના નહિ પાડે. લેનાર થાકે, પણ આપનાર ભગવાન કદી થાકે નહિ. એવા દાનવીર છે ભગવાન.
આપણે સ્વયં આપણા આત્માને ગુણોનું (કે દુર્ગુણોનું) દાન કરીએ તે સંપ્રદાન (ચોથો કારક) છે.
એટલે નવા ગુણોનો લાભ તે સંપ્રદાન. અશુદ્ધિની નિવૃત્તિ તે અપાદાન. આ બંને સાથે જ થાય. લાભ થયો તે સંપ્રદાન, હાનિ થઈ તે અપાદાન. દેશપતિ જબ થયો નીતિ રંગી, તદા કુણ થાય કુનય ચાલ સંગી; યદા આતમા આત્મભાવે રમાવ્યો, તદા બાધકભાવ દૂરે ગુમાવ્યો.” ને ૩૧ | “વથ રવિ તથા પ્રજ્ઞા: !'
રાજા ન્યાયી થાય ત્યારે પ્રજા પણ ન્યાયી થવાની. આત્મા જ્યારે સ્વભાવરંગી બને ત્યારે કારકચક્ર પણ સ્વભાવરંગી બને. બાધકભાવ પોતાની મેળે જતો રહે.
સહજ ક્ષમા - ગુણ - શક્તિથી છેદ્યો ક્રોધ સુભટ્ટ, માર્દવ - ભાવ પ્રભાવથી, ભેદ્યો માન મરટ્ટ; માયા આર્જવયોગે લોભથી નિઃસ્પૃહભાવ, મોહ મહાભટ ધ્વસે ધ્વસ્યો સર્વવિભાવ. | ૩૨ |
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * *
*
*
*
*
*
*
*
* *
*
*
* *
૫૮૩