Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 654
________________ આવશ્યકતા બતાવે છે. તો જ શુદ્ધ સિદ્ધાંતરસ પીવા મળશે. “શ્રુત અભ્યાસી ચોમાસી વાસી લીંબડી ઠામ, શાસનરાગી સોભાગી શ્રાવકના બહુ ધામ; ખરતરગચ્છ પાઠક શ્રી દીપચન્દ્ર સુપસાય, દેવચન્દ્ર' નિજ હરખે, ગાયો આતમરાય.” ! ૪૮ છે. લીંબડીમાં શ્રાવકોના ઘણા ઘરો છે. આજે પણ છે. ત્યાં મેં આત્માના ગુણ-ગાન કર્યા છે, એમ કર્તા કહે છે. આત્મગુણ રમણ કરવા અભ્યાસે, શુદ્ધ સત્તા રસીને ઉલ્લાસે; દેવચન્દ્ર' રચી અધ્યાત્મગીતા, આત્મરમણી મુનિ સુપ્રતીતા.’ | ૪૯ | બીજા અધ્યાત્મથી અજાણ જીવો પર પણ ઉપકાર થાય માટે આ અધ્યાત્મગીતા બનાવી છે. આમાં મારે શું રચવાનું હોય ? આત્મરમણી મુનિને તો આ સુપ્રતીત જ છે. એમ અંતે કવિશ્રી પોતાનો કર્તુત્વભાવ હટાવી દે છે. છે. આજે અમારા ગુરુદેવ પૂ. કંચનવિજયજી મ.ની ૨૮મી સ્વર્ગતિથિ છે. અનશનપૂર્વક ૧૧મા ચોવિહાર ઉપવાસે કાળધર્મ પામેલા. ખૂબ જ નિઃસ્પૃહ હતા. ઉપધિ જુઓ તો સંથારિયું અને ઉત્તરપટ્ટા સિવાય કશું જ ન મળે. ગૃહસ્થપણામાં પાલીતાણામાં ૫-૭ વર્ષ રહ્યા. ખાસ કરીને ગુરુ નક્કી કરવા જ રહેલા. ઘણા-ઘણા આચાર્યોના પરિચયમાં આવ્યા. એમાં તેમણે પૂ. કનકસૂરિજીને ગુરુ તરીકે સ્વીકાર્યા. અમે અહીં આવ્યા તેમાં તેઓ પણ કારણ છે. એમના ઉપકારને કઈ રીતે ભૂલાય ? એમના ચરણે અનંત વંદન ! ૫૯૨ = = = = = * * * * * * * કહે

Loading...

Page Navigation
1 ... 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708