Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 684
________________ “કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તક હાથમાં લેતાંની સાથે જ પૂજ્યશ્રી સાત ચોવિશી ધર્મશાળામાં વાચના આપી રહ્યા હોય, તેવું દશ્ય ખડું થઈ ગયું. - સા. ધમકીર્તિશ્રી નિત્ય અડધો કલાક આ પુસ્તક વાંચવું એવો નિયમ કર્યો છે. - સા. હર્ષદર્શિતાશ્રી અભણ પણ પ્રભુ પ્રેમ પામી શકે - માત્ર વિદ્વાનોનો ઇજારો નથી. ખરેખર આ વાક્ય એટલું હૃદયસ્પર્શી છે કે મારા જેવા અલ્પબુદ્ધિવાળા માટે તો જાણે ડૂબતોને પાટિયું મળી ગયું. - સા. હરક્ષિતાશ્રી જ્યારે - જ્યારે સાહેબજીને સાંભળવા માટે આવ્યા હોઈશું છતાં પૂરેપૂરું ક્યારેય સંભળાયું નથી. તે આ પુસ્તક દ્વારા પૂરેપૂરું વાંચવા દ્વારા સંભળાઈ ગયું. - સા. હર્ષવર્ધનાશ્રી કહે કલાપૂર્ણસૂરિ વાંચતાં સૌ પ્રથમ તો હૈયું ભરાઈ ગયું. પૂજ્યશ્રીની યાદ આવી ગઈ. - સા. હર્ષિતપ્રજ્ઞાશ્રી કોઈ પૂછે કે પૂજયશ્રીએ આ ગ્રંથમાં શું પીરસ્યું છે ? ત્યારે ખરેખર કહેવાનું મન થઈ જાય છે કે પૂજયશ્રીએ આ ગ્રંથમાં શું નથી પીરસ્યું ? - સા. પુષ્પદંતાશ્રી અમદાવાદ અધ્યાત્મયોગી પૂ. ગુરુદેવ મળ્યા એ તો અમારું પરમ સદ્ભાગ્ય છે જ. પણ સાથે-સાથે ગુરુદેવની અમૃતમયી વાણીને ખંત અને ચીવટથી ઝીલીને શબ્દસ્થ કરીને ગુરુદેવને સાંભળેલા કે નહીં સાંભળેલા સર્વેને સત્સંગ કરાવનાર બંધુ બેલડી અમને મળ્યા, એ પણ અમારું પરમ પરમ સદ્ભાગ્ય છે. - સા. પુણ્યરાશિથી અમદાવાદ કર૨ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧

Loading...

Page Navigation
1 ... 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708