________________
આવશ્યકતા બતાવે છે. તો જ શુદ્ધ સિદ્ધાંતરસ પીવા મળશે.
“શ્રુત અભ્યાસી ચોમાસી વાસી લીંબડી ઠામ, શાસનરાગી સોભાગી શ્રાવકના બહુ ધામ; ખરતરગચ્છ પાઠક શ્રી દીપચન્દ્ર સુપસાય, દેવચન્દ્ર' નિજ હરખે, ગાયો આતમરાય.” ! ૪૮ છે.
લીંબડીમાં શ્રાવકોના ઘણા ઘરો છે. આજે પણ છે. ત્યાં મેં આત્માના ગુણ-ગાન કર્યા છે, એમ કર્તા કહે છે.
આત્મગુણ રમણ કરવા અભ્યાસે, શુદ્ધ સત્તા રસીને ઉલ્લાસે; દેવચન્દ્ર' રચી અધ્યાત્મગીતા, આત્મરમણી મુનિ સુપ્રતીતા.’ | ૪૯ |
બીજા અધ્યાત્મથી અજાણ જીવો પર પણ ઉપકાર થાય માટે આ અધ્યાત્મગીતા બનાવી છે.
આમાં મારે શું રચવાનું હોય ? આત્મરમણી મુનિને તો આ સુપ્રતીત જ છે. એમ અંતે કવિશ્રી પોતાનો કર્તુત્વભાવ હટાવી દે છે.
છે. આજે અમારા ગુરુદેવ પૂ. કંચનવિજયજી મ.ની ૨૮મી સ્વર્ગતિથિ છે. અનશનપૂર્વક ૧૧મા ચોવિહાર ઉપવાસે કાળધર્મ પામેલા. ખૂબ જ નિઃસ્પૃહ હતા. ઉપધિ જુઓ તો સંથારિયું અને ઉત્તરપટ્ટા સિવાય કશું જ ન મળે.
ગૃહસ્થપણામાં પાલીતાણામાં ૫-૭ વર્ષ રહ્યા. ખાસ કરીને ગુરુ નક્કી કરવા જ રહેલા. ઘણા-ઘણા આચાર્યોના પરિચયમાં આવ્યા. એમાં તેમણે પૂ. કનકસૂરિજીને ગુરુ તરીકે સ્વીકાર્યા. અમે અહીં આવ્યા તેમાં તેઓ પણ કારણ છે.
એમના ઉપકારને કઈ રીતે ભૂલાય ?
એમના ચરણે અનંત વંદન !
૫૯૨
=
=
=
=
=
*
*
*
*
* * * કહે