Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
- ભગવાનની નજીક રહેનારા કાળીયા કસાઈ વગેરે કાંઈ મેળવી શક્યા નથી, દૂર રહેલા કુમારપાળ આદિએ મેળવવા લાયક મેળવી લીધું છે. કારણ કે નજીક રહેલા કસાઈમાં બહુમાન નહોતું. કુમારપાળમાં બહુમાન હતું.
સાક્ષાત ભગવાનના વિરહમાં ભગવાનના નામ અને રૂપમાં ભક્ત સાક્ષાત્ ભગવાનને જ જુએ. સવાલ ફક્ત બહુમાનનો જ છે.
હું લોભી ખરો. લોભ હજુ ગયો નથી. મેં અધ્યાત્મગીતા પાકી કરેલી છે. હજુ ગઈ નથી. બીજા પણ તે પાકી કરે તેનો લોભ ખરો. મને ઉપકાર થયો તે ઉપકાર બીજા પર પણ થાય. તેવો લોભ ખરો.
- ફલોદીમાં બહુ જ નાનપણમાં સૌ પ્રથમ “અધ્યાત્મ કલ્પદ્રુમપુસ્તક ઉદયરાજજી કોચરના ઘરથી મળ્યું. ગુજરાતીમાં હોવા છતાં મેં વાંચવાની કોશીશ કરી. આનંદ આવ્યો.
છ કારક અત્યાર સુધી બાધક બન્યા છે. હવે તેને સાધક શી રીતે બનાવવા ? તે કળા આપણે શીખવાની છે.
પૂ. દેવચન્દ્રજી કૃત મલ્લિનાથ અને મુનિસુવ્રત સ્વામી ભગવાનના સ્તવનમાં એ કળા દર્શાવી છે. અવસરે તમે જોજો.
જયાં સુધી શરીર આદિનું કર્તુત્વભાવ આપણે માનીએ છીએ - ત્યાં સુધી છયે કારક અવળા જ ચાલવાના. “હું મારા જ્ઞાનાદિ ગુણોનો કર્તા છું.” એવું અનુભૂતિજન્ય જ્ઞાન થતાં જ બાધક કારકચક્ર સાધક બનવા લાગે છે.
જ દરેક નવો વૈજ્ઞાનિક પૂર્વના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનના આધારે આગળ વધે છે. એટલી મહેનત તેની બચે છે. યોગીએ જ્ઞાની અને અનુભવીઓના આધારે આગળ વધવાનું છે. એમના અનુભવની પંક્તિઓ આપણા માટે માઈલસ્ટોન બની રહે છે.
- જ્ઞાનીઓના કથનનું હાર્દ સમજવા તેમના પર બહુમાન હોવું જરૂરી છે. પં. મુક્તિવિજયજી ત્યાં સુધી કહેતા : તમે જે ગ્રંથ ભણતા હો તેના કર્તાની એક માળા ગ્રંથ પૂરો ન થાય ત્યાં સુધી રોજ ગણવી.
૫૮૨
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧