Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
"अपार मानव-भीड़ के बीच पूज्यश्री के अग्नि-संस्कार,
शंखेश्वर, दि. १८-२-२००२
કારતક સુદ ૧૩ ર૧-૧૧-૧૯૯૯, રવિવાર
“સયલ સંસારી ઇન્દ્રિયરામી, મુનિ-ગણ આતમરામી રે.'
સંસારના બધા જ પ્રાણીઓ ઈન્દ્રિયોમાં આનંદ માનનારા છે. મુનિઓ જ માત્ર આત્મામાં આનંદ માનનારા છે. પતંગિયાને દીવામાં સોનું દેખાય છે ને તેની પાછળ દોટ મૂકીને મૃત્યુ વહોરી લે છે તેમ સંસારીઓ ઈન્દ્રિયોના વિષય પાછળ ભાવપ્રાણોને ખતમ કરે છે.
પતંગિયું તો ચઉરિન્દ્રિય છે, એની ભૂલ ક્ષમ્ય ગણાય, પણ વિવેકી મનુષ્ય માટે આ શરમજનક નથી ?
છે. સંસ્કૃત તો અમે પછી ભણ્યા. એ પહેલા અમારે તો આનંદઘનજી, પૂ. દેવચન્દ્રજી આદિનું ગુજરાતી સાહિત્ય જ આધારભૂત હતું. કેટલો ઉપકાર કર્યો છે એમણે અમારા જેવા પર !
હવેના બાળકો તો એવા તૈયાર થઈ રહ્યા છે કે ગુજરાતી પણ નથી આવડતું ! પરદેશી ભાષા ઈંગ્લીશ તો આવડે છે, પણ ઘરની ભાષા નથી આવડતી ! આવાઓ પર ઉપકાર કેમ
૫૦૮
*
*
*
* *
*
* * કહે