Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
વયવ મા ય પણ જરાય ગોલિક
શહેર, જિ. ૧૮-૨-૨૦૦૨
કારતક સુદ ૧ ર ૨૦-૧૧-૧૯૯૯, શનિવાર
છે ભગવાનના ઉપદેશનું ફળ છે : આત્માનુભવ. એ ફળ મેળવીને જ મહાપુરુષોએ અન્યો માટે માર્ગદર્શક ગ્રંથો રચ્યા છે, અહંના પોષણ માટે નહિ.
- શુદ્ધ આજ્ઞાયોગ અધ્યાત્મનું અવંધ્ય કારણ છે.
શુદ્ધ આજ્ઞાયોગ આવે એટલે અધ્યાત્મ આવ્યા વિના રહે જ નહિ. ચરમાવર્ત કાળમાં જ તે પ્રાપ્ત થઈ શકે. - ચરમાવર્ત પણ ઘણો લાંબો છે. અનંતા ભવો થઈ જાય, અનંત ઉત્સર્પિણી – અવસર્પિણીઓ નીકળી જાય. માટે તેમાં પણ જ્યારે ગ્રંથિનો ભેદ થાય ત્યારે જ અધ્યાત્મ આવે.
અધ્યાત્મ ન આવે ત્યાં સુધી કર્મોનો ભરોસો ન કરાય. લોકો ભલે બોલતા થઈ જાય : “ઓહ ! મહારાજ ઘણા સગુણી' પણ એનાથી ભ્રમમાં નહિ પડતા. ભગવાનની નજરે આપણે સગુણી બનીએ ત્યારે સાચા અર્થમાં સગુણી બન્યા સમજવું.
કર્મના થોડા ઉપશમથી ગુણો દેખાતા થઈ જાય, પણ
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * પ૦૩