Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આત્મ નિવેદન એટલે પોતાની જાતને ગુરુના ચરણોમાં ધરી દેવી તે.
તમે ગુરુનું બહુમાન કરો છો, ત્યારે ખરેખર ગૌતમસ્વામીથી માંડીને બધા જ ગુરુઓનું બહુમાન કરો છો, તીર્થકરની આજ્ઞાનું પાલન કરો છો. કારણ કે ગુરુકુલવાસનું સેવન કરવું તે તીર્થકરની જ આજ્ઞા છે.
ગુરુકુલમાં રહેવાથી વૈયાવચ્ચનો લાભ મળે.
શુદ્ધ જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય. આજે આવ્યું, કાલે ગયું એવું નહિ, પણ હંમેશ ટકે તેવું જ્ઞાન મળે. આદિથી દર્શનાદિની પણ પ્રાપ્તિ થાય.
અધ્યાત્મ ગીતા : - સમ્યક્ત બે રીતે મળે : નિસર્ગ અને અધિગમથી. કોઈને લોટરીથી ધન મળે. (નિસર્ગ) કોઈને પુરુષાર્થથી ધન મળે. (અધિગમ)
ઈલાચી, ભરત ઈત્યાદિને થયેલું કેવળજ્ઞાન નૈસર્ગિક ન ગણાય એમાં પૂર્વજન્મનો પુરુષાર્થ કારણ ગણાય. મરુદેવીનું કેવલજ્ઞાન નૈસર્ગિક ગણાય.
જીવનમાં ભૂલ થાય તે મોટી વાત નથી, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત કરવું તે મોટી વાત છે. માર્ગ ભૂલી જવો મોટી વાત નથી. ભૂલ્યા પછી ત્યાંથી પાછા ફરવું મોટી વાત છે. ઘણા તો ખોટા માર્ગથી પણ પાછા ફરવા તૈયાર નથી હોતા. અમારા દર્શનવિજયજી મ. ઘરાણા પાસે આવીને પણ રસ્તો ભૂલતાં આધોઈના બદલે લાકડીઓ પહોંચી ગયા હતા.
૦ સાચું યથાપ્રવૃત્તિકરણ તે , જે અપૂર્વકરણ અનિવૃત્તિકરણ લાવી સમ્યક્ત આપે. બાકી એ પહેલા ઘણા યથાપ્રવૃત્તિકરણ કર્યા. પણ એ બધા સભ્યત્ત્વ આપી ન શક્યા. ચરમ યથાપ્રવૃત્તિકરણ જ સમ્યક્ત આપે.
“ઈન્દચન્દ્રાદિ પદ રોગ જાણ્યો, શુદ્ધ નિજ શુદ્ધતા ધન પિછાણ્યો; આત્મધન અન્ય આપે ન ચોરે, કોણ જગ દીન વળી કોણ જોરે ?' |૧ ૨ .
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * * * * * * * * * * * * પપપ