Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
દેવો ઉપદ્રવ કરી શકે છે.
પ્રશ્ન : હમણા કાંઈ એવું દેખાતું નથી.
ઉત્તર : સ્વાધ્યાય જ છોડી દીધો, પછી શું દેખાય ? કપડા જ પહેરવાના છોડી દીધા તેના કપડા શું મેલા થાય ? કે શું ફાટે ?
અવિધિથી કરાયેલા સ્વાધ્યાય આદિથી રોગ આદિ તો આવે જ, આગળ વધીને તે ચારિત્રધર્મથી ભ્રષ્ટ પણ થઈ જાય. આનાથી વધુ શું નુકશાની હોય ?
વિષય-કષાય તે સંસાર.
સામાયિક તે સંસાર પાર.
સામાયિક ત્રણ પ્રકારના : સમ્યક્, શ્રુત અને ચારિત્ર. સામાયિક ગયું તો બધું ગયું.
એકવાર ‘સર્વજ્ઞ કથિત સામાયિક ધર્મ' પુસ્તક તો વાંચો. સામાયિક અંગેનો પૂરો મસાલો એમાં ગુજરાતીમાં છે. હવે એના પર પણ વાચના રાખવી પડશે.
લઘુ જઘન્ય.
-
-
ગુરુ મધ્યમ. ગુરુતર - ઉત્કૃષ્ટ.
અવિધિના આ ત્રણ દોષ યથાક્રમ જાણવા. થોડી અવિવિધ થાય તો ઉન્માદ, રોગ આદિ થોડા પ્રમાણમાં થાય.અવિવિધ વધે તેમ ઉન્માદાદિ પણ વધતા જાય.
ઉત્તરાધ્યયન આદિ સૂત્રો પર્યાય પ્રમાણે અપાય. ભણનાર અને ભણાવનાર બંને અખંડ ચારિત્રી હોય. પ્રશ્ન : અહીં ફરી યોગ્યતાની વાત કેમ લાવ્યા ? દીક્ષાર્થીની યોગ્યતા વખતે યોગ્યતાની વાત આવી ગઈ. ઉત્તર : દીક્ષા પછી પણ ભાવ પડી શકે. દીક્ષા વખતે છેતરપીંડી થઈ ગઈ હોય. સંસારથી એને ઝટ છુટવું હોય... એટલે દોષો છુપાવી રાખ્યા હોય... પછી એનો ખ્યાલ આવે એવું પણ બને. એવા અયોગ્યને સૂત્રાદિ ન અપાય.
પ્રવ્રજ્યા આપી હોય તો મુંડન ન થાય. મુંડન થઈ ગયું હોય તો વડી-દીક્ષા ન અપાય.
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * *
૪૯૦