Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાવર કેટલો ? ૧ આરાધક = ૧ H.P. ૧OOO આરાધક = ૧OOO H.P. શક્તિનો સ્રોત = U૨૯૦ = વિસ્ફોટ.
નવકાર શાન્તિનું ક્ષેપાસ્ત્ર, દિવ્ય ચેતનાનું અવતરણ, સુરક્ષાનું કવચ, પર્યાવરણની શુદ્ધિરૂપ સંકલ્પસિદ્ધ મંત્ર છે.
પૂજ્યશ્રી : ‘સત્રે ગોવા ન દંતવ્વા !'
આ પ્રભુની મુખ્ય આજ્ઞા છે. એનું પાલન કરે તેને તીર્થંકર-પદ મળે. આજ્ઞાનું આરાધન અહિંસા દ્વારા થાય.
અહિંસાના રક્ષણ માટે જ શેષ ૪ વ્રતો છે. અહિંસાના પ્રશ્ન વ્યાકરણમાં ૬૦ પર્યાયવાચી શબ્દો છે. એમાં એક શબ્દ છે : શિવા. મદં તિત્થરમાયા શિવારેવા....'
મા શિવાનો અર્થ અહિંસા-કરુણા કરી જુઓ પછી અર્થ કેવો બેસે છે ?
અરિહંતની જ નહિ, પાંચ પરમેષ્ઠીની જનની અહિંસા છે, કરુણા છે.
આજ્ઞા અને આજ્ઞા-પાલક એક છે. આજ્ઞાપાલન કર્યું કે પ્રભુ હૃદયમાં આવ્યા.
જડ કાગળના ટુકડા પર લખેલા નામ માત્રથી તમે કલકત્તા સુધી પહોંચી ગયા ?
શશિકાન્તભાઈ ! નામની કેટલી તાકાત ?
શશિકાન્તભાઈ કલકત્તા સુધી જઈ શકતા હોય તો ભગવાન આપણા હૃદયમાં કેમ ન આવે ? નામ લો ને ભગવાન હાજર !
નામ ગ્રહંતા આવી મિલે, મન ભીતર ભગવાન” |
વળી, પ્રભુએ તો આપણા સૌની સાથે આત્મભાવ કેળવેલો છે.
‘સળંગૂમડુમૂત્રણ' ભગવાનનું આ વિશેષણ છે.
“મારી સાથે તન્મય થવા માંગતો હોય તો હે આત્મન્ ! તું જગતના સર્વજીવો સાથે તન્મય બન.' એમ પ્રભુ કહે છે.
કહે કલાપૂર્ણસૂરિ-૧
* *
* * * *
* * * * * * * પર૫