Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
અધ્યાત્મ ગીતા :
» જ્ઞાનસંપત્તિ આપીએ તો ઋણમુક્તિ થાય, રાખી મૂકીએ તો વ્યાજ ચડે.
- અધ્યાત્મ ગીતા એટલે લીધી છે કે એના કર્તાના જીવનમાં અધ્યાત્મ વણાયેલું હતું. એમના ઉદ્દગારો જ એમની અનુભૂતિને જણાવે છે. પૂ. દેવચન્દ્રજી, યશોવિજયજી, આનંદઘનજી, વીરવિજયજી, માનવિજયજી વગેરે અનુભવી પુરુષો હતા. એમની કૃતિઓ સાક્ષી આપે છે.
( ૪ જીવન-નિર્વાહની કોઈ ચિંતા આપણી ઉપર નથી તો શા માટે આ સમય આપણે આત્મ-સાધનામાં ન લગાવી દઈએ ?
મકાન, ભોજન, પાણી વગેરે બધું જ તૈયાર મળે છે. કોઈ ચિંતા નથી. અહીં રહીને પણ આત્મદષ્ટિ ન ખુલી તો હદ થઈ ગઈ.
નૈગમ અને સંગ્રહ નયે તો આપણને સિદ્ધત્વનું પ્રમાણપત્ર આપી દીધું, પણ જ્યારે શબ્દનય પ્રમાણ આપે ત્યારે ખરું માનવું.
શબ્દનય સમ્યક્ત દેશ - સર્વવિરતિમાં લાગુ પડે.
નૈગમનય - સંગ્રહનય સર્વજીવો સાથે મૈત્રીનું શિક્ષણ આપે છે. સર્વજીવો સિદ્ધસ્વરૂપી છે. કોઈની પણ સાથે વેર-ઝેર શા માટે ?
અંદર પડેલા સિદ્ધત્વને પ્રગટાવવાની રુચિ પણ ઉત્પન્ન કરે છે.
નૈગમ સંગ્રહ બન્ને અભેદને જણાવનાર છે.
સંગ્રહ માત્ર સામાન્યગ્રાહી છે જ્યારે નગમ, સામાન્ય-- વિશેષ ઉભયગ્રાહી છે. વ્યવહાર નય તમારી અશુદ્ધતાનું ભાન કરાવે છે.
“મારા બાપાએ એક ક્રોડ એક ભાઈને આપેલા છે, તે આવશે એટલે આપી દઈશ. અત્યારે ૧૦ લાખ આપો.” એક યોગીએ કહ્યું છે : ઘ૨માં ખજાનો છે નીકળશે ત્યારે આપીશ. અત્યારે ૧૧ લાખ આપો.” આવું વ્યવહારમાં ચાલે ?
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
* * * *
* * *
* * * * પર૯