Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મરીને યક્ષ બન્યા. (નહિ તો વૈમાનિક દેવલોકથી ઓછું ન મળે) ગટરની પાસેના દેવળમાંના ભૂત બન્યા.
એ જગ્યાએથી પસાર થતા પોતાના શિષ્યોને પ્રતિબોધવા પોતાની (મૂર્તિની) જીભ બહાર કાઢી, લપ-લપ કરવા લાગ્યા.
સાધુઓ ચમક્યા.
યક્ષમૂર્તિ બોલી : હું પૂર્વભવનો તમારો ગુરુ છું. રસની આસક્તિના કારણે આજે હું દેવલોકમાં દુર્ગતિ પામ્યો છું. માટે આ રસનાથી સાવધાન રહેજો.
માટે જ પૂ. પંન્યાસજી મ. “આયંબિલનો તપ', નવકારનો જપ, અને બ્રહ્મચર્યનો ખપ” -
આ ત્રણ પર ખાસ ભાર આપતા. • કમ ખાના - તનનો વિજય - આયુર્વેદનો સાર. ગમ ખાના - મનનો વિજય - નીતિશાસ્ત્રનો સાર. નમ જાના - સર્વનો વિજય - ધર્મશાસ્ત્રનો સાર.
- ગૃહસ્થપણામાં અમે ત્રણ ટાઈમ વાપરતા. વડી દીક્ષા વખતે (એક વર્ષ પછી) પૂ.આ. કનકસૂરિજીને રાધનપુરમાં મળ્યા. બધા સાધુઓને એકાસણા કરતા જોઈને અમે પોતાની મેળે એકાસણા કરતા થઈ ગયા.
કોઈએ કહ્યું નહોતું, ફોર્સ નહોતો કર્યો. એકાસણાની પોતાની મેળે આદત પડી ગઈ. ધર્મ બળાત્કાર કરવાની ચીજ નથી.
પછી તો એકાસણાનો અભિગ્રહ જ કર્યો. ચાહે ઉપવાસ, છટ્ટ, અટ્ટમ કે અટ્ટાઈનું પારણું હોય, પણ એકાસણું જ. જ્યાં સુધી શક્તિ હતી ત્યાં સુધી એકાસણું જ કર્યું. સંઘ વગેરેમાં તો કેટલીયેવાર બપોરે ૩ કે ૪ વાગે પણ એકાસણા કર્યા છે.
જ્ઞાનની પરંપરા છે, તેમ તપ અને સંયમની પણ પરંપરા છે. આપણે કરીશું તો જ આ પરંપરા ચાલશે. અધ્યાત્મ ગીતા :
કોઈ વ્યક્તિને મળવું હોય તો પાકું સરનામું મેળવવું પડે. ભગવાનને આપણે મળવું છે, પણ ભગવાનનું સ્વરૂપ જાણવાની કોઈ જ તાલાવેલી નથી. આત્મા મેળવવો છે, પણ
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
*
*
* * * * ૫૦૦