Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પડ્યું છે, એમ સંગ્રહે બતાવ્યું.
માટીમાં ઘડાની યોગ્યતા છે.
આત્મામાં પરમાત્માની યોગ્યતા છે, એમ સંગ્રહ સૌ પ્રથમ સમાચાર આપ્યા.
સંગ્રહનયથી સાધ્યની પ્રતીતિ થાય.
શબ્દનયથી એની અનુભૂતિ થાય. એવંભૂત નયથી સિદ્ધિ થાય.
સાધના માટે નગમ અને વ્યવહાર નય લાગુ પડે.
વ્યવહારથી જ આત્માને અશુદ્ધ ન માનીએ તો સાધના શી રીતે થાય ? હું વિષય-કષાયથી ભરેલો છું, એવું ન મનાય તો સાધના થાય જ નહિ.
તીર્થની સ્થાપના વગેરે વ્યવહાર નયથી જ થાય છે. સંગ્રહનય તો પૂર્ણ જ માને. તેને તીર્થ શું ? સ્થાપના શું ? ને સાધના શું ?
ઔદયિક ભાવનો હુમલો થાય ત્યારે શી રીતે બચવું ? એ બધું વ્યવહાર નય શીખવે છે.
આ પુસ્તકનું સાંગોપાંગ વાંચન એટલે પાલીતાણામાં કરેલ ચાતુમાસની “ભાવયાત્રા'.
- સા. સ્મિતાનાથી
સુરત
આ ગ્રન્થરત્ન વાંચવા અને સાંભળવા જેવો છે, તેટલું જ નહિ, પરંતુ વાસ્તવિક રીતે તો હૃદયસ્થ કરીને ખાસ આચરણમાં મૂકવા જેવો છે.
- સા. સૂર્યયશાશ્રી
સાબરમતી
કહે
*
*
*
*
*
*
*
*
*
*
* * ૫૦૯