Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તેમ સાધુ દરેક અવસરે સ્વાધ્યાયની તક જુએ.
સંવર - નિર્જરા મુક્તિનો માર્ગ છે. સ્વાધ્યાયથી સંવર - નિર્જરા બંને થાય છે.
સ્વાધ્યાયથી નવો - નવો સંવેગ ઉત્પન્ન થાય છે. સ્વાધ્યાય કરતાં ઉલ્લસિત હૃદય વિચારે : ભગવાને કહેલા તત્ત્વ આવા અદૂભુત છે? આ સંવેગ છે. સ્વાધ્યાયથી ભગવાનના માર્ગમાં નિશ્ચલતા – નિષ્કપતા થાય છે. સ્વાધ્યાય મોટો તપ છે. તપથી નિર્જરા થાય છે.
સ્વાધ્યાયથી બીજાને સમજાવવાની શક્તિ પ્રગટે છે. દાન કોણ કરી શકે ? ધનનો સ્ટોક હોય તે. ઉપદેશ કોણ આપી શકે ? જ્ઞાનનો સ્ટોક હોય તે.
વાચના આદિ પાંચેય પ્રકારનો સ્વાધ્યાય કરે તેનામાં ઉપદેશક શક્તિ સ્વયં પ્રગટી જાય.
સ્વાધ્યાયથી આત્મહિતનું જ્ઞાન થાય છે.
સ્વાધ્યાયથી ભગવાન હૃદયમાં વસે છે. કારણ આગમ સ્વયં ભગવાન છે. ભગવાન હૃદયમાં આવતાં અહિતથી નિવૃત્તિ અને હિતમાં પ્રવૃત્તિ થાય છે. હિત જાણો જ નહિ તો પ્રવૃત્તિ શી રીતે કરો ? અહિતથી શી રીતે અટકો ?
પંચસૂત્રમાં કહ્યું છે : “ક્રિાહિમામ સિયા !' ‘હિતાપિતામજ્ઞા: થાત્ '
ભગવન્! હું મૂઢ-પાપી છું મને હિત અને અહિતનો જાણકાર બનાવ.
આવેશમાં આવીને દોષારોપણ નિંદા ઈત્યાદિ કરીને આપણે રોજ-બરોજ કેટલું અહિત કરીએ છીએ ?
હિતાહિક નહિ જાણતો કર્તવ્ય ન કરે, અકર્તવ્ય કરતો રહે. આવો આત્મા ભવસાગર શી રીતે તરી શકે ? એકવાર દુર્ગતિમાં પડ્યા પછી ફરી ઉપર શી રીતે આવી શકીશું ? હિમાલયની ખીણમાં ગબડ્યા પછી માણસ હજુએ બચી શકે, પણ દુર્ગતિમાં પડ્યા પછી બચવું મુશ્કેલ છે.
પંડિત અમૂલખભાઈ : “દુર્ગતિ આદિમાં ભવિતવ્યતા પણ કારણ ખરુંને ?'
૪૦૮
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧