Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જો આ ઉપયોગને સંપૂર્ણપણે ભગવાનમાં જોડી દઈએ તો ?
અનાદિકાળથી આપણી ચેતના પુદ્ગલો તરફ જ ખેંચાયેલી છે, વેરાયેલી છે. હવે તેને આત્મસ્થ કરવાની છે. બહારથી હટાવીને અંદર ખેંચવાની છે.
સિંહને બકરાના ટોળામાં જોઈ, બીજા સિંહોને કેટલું દુ:ખ થાય ? મારો જાતિભાઈ આ રીતે બેં બેં કરે ?
ભગવાનની નજરમાં આપણે સૌ સિંહ જેવા હોવા છતાં બેં બેં કરતા બકરા જેવા છીએ. માટે જ ભગવાન આપણને સ્વ-સ્વરૂપ યાદ કરવાનું કહે છે.
- નય, નિક્ષેપ, પ્રમાણની શૈલીથી જ્ઞાન માત્ર અહીં જ જોવા મળશે, બીજા કોઈ શાસ્ત્રોમાં જોવા નહિ મળે.
દેવચન્દ્રજીએ જ્ઞાનસાર પર જ્ઞાનમંજરી ટીકા લખી છે, તે નયપૂર્વક લખી છે. ભલે શાસ્ત્રમાં નયની વાત કરવાની ના પાડી છે, પણ યોગ્ય શ્રોતા હોય તો કરી શકાય.
૪ નયથી આત્માનું સ્વરૂપ કેવું ? વગેરે બધી જ વાતો અહીં બતાવવામાં આવશે.
'कहे कलापूर्णसूरि' पुस्तक मळ्यु. खूब ज खंत-चीवटथी आपे संकलन कर्यु छे ते साधुवादने पात्र छे. अनेक खपी जीवोने आ ग्रंथ महा-उपकारक बनशे ते निःशंक छे. आवा अनेकविध ग्रंथो आपना थकी शासनने मळता रहे एवी शुभेच्छा...
- अरविंदसागर
अमदावाद.
૪૦૬
* * * * * * * * * * * * કહે કલાપૂર્ણસરિ-૧