Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ગૃહસ્થપણામાં મેં ૧૬ ઉપવાસ કરેલા. બહુ જ ટૂર્તિ – ઉલ્લાસ હતો. માસક્ષમણ આરામથી થઈ જાત. પણ તક ગઈ. માસક્ષમણ પછી ન થઈ શક્યું.
શક્તિ હોવા છતાં તપ ન કરીએ તો આપણે ગુનેગાર છીએ.
- “બહુવેલ સંદિસાહુના આદેશ શા માટે ?
બહુવેલ સંદિસાહુના આદેશમાં ગુરુ-સમર્પણ છુપાયેલું છે. કોઈપણ કાર્ય ગુરને પૂછ્યા વિના ન કરી શકાય. પણ શ્વાસ વગેરેની પ્રવૃત્તિ માટે વારંવાર ક્યાં પૂછવું ? આવી પ્રવૃત્તિની રજા “બહુવેલ સંદિસાહુના આદેશથી મળી જાય છે.
જો કે આમાં શ્વાસ લેવા જેવી બાબતોની જ આપણે રજા નથી લેતા, બીજા મોટા કામોની પણ રજા લઈએ છીએ !! પૂછવા જેવા મોટા કામોમાં જેટલું જ પૂછીએ તેટલું ગુરુ-સમર્પણ ઓછું સમજવું.
અધ્યાત્મ ગીતા
‘દ્રવ્ય અનંત પ્રકાશક, ભાસક તત્ત્વ સ્વરૂપ, આતમ તત્ત્વ વિબોધક, શોધક સચ્ચિકૂપ;
નય નિક્ષેપ પ્રમાણે, જાણે વસ્તુ સમસ્ત, ત્રિકરણ યોગે પ્રણમું, જેનાગમ સુપ્રશસ્ત. | ૨ |
| વેદાદિ શાસ્ત્રોને તેમના અનુયાયીઓ ભગવાન માને. શીખો ગુરુગ્રન્થને ભગવાન માને. આપણે પણ આગમમાં ભગવદ્ બુદ્ધિ કરવાની છે.
મૂર્તિ આકારથી મૌન ભગવાન છે. જ્યારે આગમ બોલતા ભગવાન છે.
દુનિયાના પદાર્થો પણ એટલે જાણવાના છે, કે આ પુગલો પદાર્થો તે હું નથી, આત્મા નથી, એમ સમજાય.
૦ આત્મા સિવાયની કોઈ વસ્તુમાં જાણવાની શક્તિ નથી, જ્યારે આત્મામાં સ્વ-પર જ્ઞાયક શક્તિ છે.
આત્માના બધા જ પ્રદેશો - પર્યાયો સાથે મળીને જ કામ કરે, અલગ-અલગ નહિ. બે આંખથી એક જ વસ્તુ દેખાય.
કહે :
|
ગ
ગ
મ
ઝ
=
=
=
= =
= ૪૦૫