Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પચે, અનુકૂળ હોય તે અને તેટલું જ આપે. તેમ અલગઅલગ વ્યવસ્થા માટે અલગ-અલગ નયોનો આશ્રય લેવાનો છે.
વ્યવહાર નયનું કામ ભેદ પાડવાનું છે.
કોઈપણ વસ્તુ અનંત ધર્માત્મક (ધર્મ એટલે ગુણ) છે, એમ જૈન દર્શન માને છે.
કોઈ એક ધર્મને આગળ કરી, બીજા ધર્મોને ગૌણ કરી, જે વ્યાખ્યા કરવામાં આવે તે ‘નય' છે.
બોલતી વખતે કાંઈ બધા જ ધર્મો એકી સાથે ન બોલી શકાય. તીર્થંકર પણ એકી સાથે બધું ન બોલી શકે પણ ગૌણ અને મુખ્યતાપૂર્વક ક્રમશઃ બોલે.
વાણી હંમેશા એક જ દૃષ્ટિકોણને એકી સાથે રજૂ કરી શકે. શબ્દની આ મર્યાદા છે. આ મર્યાદા નહિ સમજવાથી જ અનેક મત-ભેદો ઊભા થતા રહે છે.
૪૯૦
❖ ❖
बनेय पुस्तको मळ्या छे, दाद मांगी ले तेवी महेनत करी छे. आवरण तथा अंतरंग उभय दृष्टिए ऊडीने आंखे वळगे ने अंतरमां वसे तेवुं प्रकाशन थयुं छे.
तमारो श्रम धन्यवादने पात्र छे.
विजय महाबलसूरि- पुण्यपालसूरि मुनि भव्यभूषणविजय
પુના.
કહે કલાપૂર્ણસૂરિ-૧