Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
વિષય પ્રતિભાસ જ્ઞાન, અજ્ઞાન જ કહેવાય. જે જ્ઞાન દ્વારા દોષની નિવૃત્તિ અને ગુણોની પ્રાપ્તિ ન થાય તેને જ્ઞાન શી રીતે કહી શકાય ?
સ્વભાવ નામ - સંવાર - રપ જ્ઞાનમિળે'
આવેશ, અજ્ઞાન, જડતા, ક્રોધ આદિથી નિવૃત્ત ન બનીએ તો એ જ્ઞાન, જ્ઞાનીઓની નજરે જ્ઞાન જ નથી. જ્ઞાનનું ફળ વિરતિ છે, ચારિત્ર છે. એ ન મળે તો જ્ઞાન શા કામનું ? નફો ન મળે તે દુકાન શા કામની ? ફળ ન મળે તે વૃક્ષ શા કામનું ?
• બધી ક્રિયાનું મૂળ ભલે શ્રદ્ધા હોય, પણ શ્રદ્ધાનું મૂળ પણ જ્ઞાન છે, એ ભૂલવા જેવું નથી.
- રુચિ અને જિજ્ઞાસા પ્રમાણે જ જ્ઞાન મળી શકે. વિનય પ્રમાણે જ જ્ઞાન ફળી શકે.
- પાંચ જ્ઞાનમાં અભ્યાસ-સાધ્ય જ્ઞાન કેવળ શ્રુતજ્ઞાન છે. તે સ્વપર પ્રકાશક હોવાથી ત્રણેય જગતને ઉપકારી બને છે.
દીપકની જેમ તે સ્વ-પર પ્રકાશક છે. તમારા આંગણે રહેલો દીવો તમને જ કામ લાગે, એવું નથી, આવતા-જતા સૌને કામ લાગે. જ્ઞાન પણ દીવો છે. દીવો જ નહિ, જ્ઞાન સૂર્ય, ચન્દ્ર અને મેઘ પણ છે.
નળમાંથી પાણી લો છો, પણ બીલ ભરવું પડે. લાઈટ વાપરો પણ બીલ ભરવું પડે; પણ વાદળ વરસાદ વરસાવે, સૂર્ય-ચન્દ્ર પ્રકાશ આપે, પણ કોઈ બીલ નહિ, બધું જ મફત !
- જ્ઞાન પણ સૂર્ય - ચન્દ્ર – મેઘ જેવું છે. કોઈ બીલ નહિ, કોઈ ખર્ચ નહિ.
દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જિમ-રવિ-શશિ
મેહ.”
- પાંચ ઈન્દ્રિયોથી સીમિત જ જાણકારી મળે, પણ શ્રુતજ્ઞાનથી તમે અહીં બેઠા-બેઠા અખિલ બ્રહ્માંડને જાણી શકો.
શંત્રાજય પર રહીને તમે ઊભા-ઊભા પાલીતાણા, કદંબગિરિ, ઘેટી, નોંઘણવદર વગેરે કેટલા ગામોને જોઈ શકો ?
૪૪૬
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧