Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આરંભી ન દેવી ?
૦ શુક્લ ધ્યાનના કુલ ચારમાંથી બે ભેદથી કેવળજ્ઞાન મળે, શેષ બે અયોગી ગુણઠાણે મળે.
* ધ્યાન વિચારમાં હમણા જ ધ્યાનના કુલ ભેદો ૪ લાખ ૪૨ હજા૨ ત્રણસો અડસઠ (૪,૪૨,૩૬ ૮) વાંચી આવ્યા.
ધ્યાન બે રીતે આવે : ૧) પુરુષાર્થથી અને (૨) સહજતાથી...
તીર્થકરોને નિયમા પુરુષાર્થથી જ ધ્યાનસિદ્ધ થાય. કારણ કે તેઓને બીજાને માર્ગ બતાવવો છે.
પુરુષાર્થથી થતા ધ્યાનને “કરણ” કહેવાય. સહજતાથી થતા ધ્યાનને ‘ભવન” કહેવાય.
ભવનયોગમાં મરુદેવીનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. - કરણયોગમાં તીર્થકરોનું ઉદાહરણ શ્રેષ્ઠ છે.
• ઘડીયાળમાં માત્ર કાંટાઓનું જ નહિ, મશીનના બધા જ સ્પેરપાર્ટીનું મહત્ત્વ છે, તેમ સાધનામાં પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે તમામ અંગોનું મહત્ત્વ છે. એકની પણ ઉપેક્ષા ન ચાલે. ગૌણતા કે પ્રધાનતા ચાલી શકે, પણ ઉપેક્ષા ન ચાલે. - એકાગ્રતાપૂર્વકનું ચિંતન તે ધ્યાન છે.
યોગ, વીર્ય, સ્થાન, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ, સામર્થ્ય દ્વારા કર્મોનો અલગ-અલગ રીતે નાશ થાય છે, તે ધ્યાન વિચાર દ્વારા સમજાશે. ક્યારેક વાંચશો તો તમને બહુ રસ પડશે. કોઈક કર્મને ઉંચે લઈ જાય, કોઈ નીચે લઈ જાય, કોઈ તલમાંથી તેલ કાઢે તેમ કમોંને કાઢે, એવી વ્યાખ્યાઓ ત્યાં બતાવી છે.
- સાપવાળા ખાડામાં બાળક પડી ગયું. માએ ખેંચીને બહાર કાઢ્યું, બાળકને ઉઝરડા પડ્યા, લોહી નીકળ્યું, ૨ડવા લાગ્યો. માએ સારું કર્યું કે ખરાબ કર્યું ?
બાળક તે વખતે કદાચ કહેશે : માએ ખરાબ કર્યું, પણ બીજા કહેશે : માએ સારું કર્યું, આમ જ કરવું જોઈએ.
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૪૬૫