Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
હેમચન્દ્રસૂરિજી જેવા ભગવાનને કહે છે : 'भवत्प्रसादेनैवाहमियतीं प्रापितो भुवम् ।'
ભગવન્ ! તમારી કૃપાથી જ હું આટલી ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યો છું.
બાકી રહેલી ભૂમિકા (સિદ્ધિ) પર પણ ભગવાન જ પહોંચાડશે, એવી શ્રદ્ધા હોવી જોઈએ.
ભગવાન પરની આવી શ્રદ્ધાનું નામ ‘સમ્યગ્દર્શન' છે. ‘ક્યાં જવું છે ? જ્યાં જવું હોય ત્યાંની ટિકિટ આપું. મને માત્ર પૈસા આપો.' એમ બસમાંનો કંડકટર કહે છે. ‘તમારે ક્યાં જવું છે ? મોક્ષમાં ? તમારો અહંકાર મંને આપી દો...' એમ ભગવાન કહે છે.
પૈસાનું સમર્પણ કરવું સહેલું છે. અહંકારનું સમર્પણ કઠણ છે.
જેના લગ્ન હોય તેના ગીત ગવાય. જે વખતે જે પદની પ્રધાનતા હોય તેને મુખ્યતા અપાય. દર્શન-પદના દિવસે દર્શનને, જ્ઞાન-પદના દિવસે જ્ઞાનને મહત્તા અપાય. આમાં કોઈ નારાજ ન થાય. કાંતિના ગુણ ગવાય તો શાંતિ નારાજ થાય એવું બને, પણ દર્શનના ગુણ ગાવાથી જ્ઞાન કે જ્ઞાનના ગુણ ગાવાથી દર્શન નારાજ થાય, એવું કદી ન બને. કારણ કે અંતતોગત્વા બધું એક જ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેય સાથે મળીને જ મોક્ષનો માર્ગ બને છે. ત્રણેય છુટા-છુટા મોક્ષનો માર્ગ ન બને. લોટ, ગોળ અને ઘી ત્રણેય મળીને જ શિરો બની શકે. એકને પણ છોડો તો ફૂલર કે રાબડી બને પણ શિરો ન બની શકે.
જ્ઞાનપદ :
દર્શન અને જ્ઞાન બંને જોડીયા પ્રેમી ભાઈઓ છે. એકને આગળ કરો તો પાછળનો નારાજ ન થાય. દર્શન-જ્ઞાન બંને પગ છે. એક આગળ રહે તો બીજો સ્વયં પાછળ રહી જાય. ક્રમશઃ એક-બીજા નાના-મોટા બનતા જાય.
બંને જોડીયા ભાઈ એટલા માટે કહું ચું કે બંનેનો જન્મ સાથે જ થાય. સમ્યક્ત્વ આવતાં જ અજ્ઞાન જ્ઞાન અને
* * કહે કલાપૂર્ણસૂરિ-૧
૪૪૦